Gujarat rain forecast: વરસાદી વાવાઝોડું ગુજરાત તરફ આવ્યું, આજથી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

Tue, 18 Jul 2023-9:07 am,

આજથી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આજથી 23 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં 19, 20 અને 21 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદની સિસ્ટમ એક્ટિવ થવાને કારણે દરિયો ડોલી શકે છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા હવામાનની સૂચના છે. આ સાથે જ આજે 18 જુલાઈના નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.

ત્યારે આજે એટલે 18 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં વરસાદ પડશે,,, તો 19 જુલાઈએ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. ત્યારે વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પડી શકે છે અતિભારે વરસાદ તો નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ પડી શકે છે ભારે વરસાદ,,, તો 20 જુલાઈને પરમ દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલીમાં વરસાદ પડી શકે છે.

18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત,નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી 19 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી  19 જુલાઈએ અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી  20 જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

સરકારના આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લાં સાડા ત્રણ મહિનામાં 108નાં મોત થયા છે. કુદરતી આફતમાં ગુજરાતમાં માત્ર છેલ્લા સાડા ત્રણ મહિનામાં 108 લોકોનાં મોત નિપજ્યા છે. વીજળી પડવાના કારણે 33 લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારે પૂરમાં ડૂબી જવાના કારણે 25 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં ભારે વરસાદથી 10 જેટલા જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે. એપ્રિલથી જુલાઈ વચ્ચે 14,333 હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. વરસાદ અને વાવાઝોડાના કારણે 1.17 લાખથી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. 

વરસાદને લઈ આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણીથી તરબોળ થશે. સાથે જ આંબાલાલ પટેલે કહ્યું છે કે, 17 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link