આખા અમદાવાદમાં અંધકારભર્યું વાતાવરણ, વરસાદનું જોર વધતા રોડ ધોવાયા

Sun, 23 Aug 2020-11:08 am,

વરસાદને પગલે સમગ્ર અમદાવાદ શહેરમાં હાલ અંધકારભર્યું વાતાવરણ સર્જાયું છે. વરસાદની તીવ્રતા પણ કેટલાક વિસ્તારોમાં વધી ગયેલી જોવા મળી છે. અમદાવાદના એસજી હાઇવે ઉપર પર ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા થઈ છે. કારગિલ ચાર રસ્તા ખાતે સર્વિસ રોડ પાણીમા ભરાયા છે. તો વેજલપુર વિસ્તારમાં આવેલ બળિયા દેવ મંદિર નજીક વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા હતા અને જાહેર રસ્તા પર આવે ગટરના ઢાંકણા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહી શકે છે. વેજલપુર વિસ્તારમા આવેલ શ્રીનંદ નગર વિભાગ એક સોસાયટીના પરિસરમા પાણી ભરાયા હતા, ત્યારે પરિસરમાંથી પાણી બહાર કાઢવા પંપની મદદ લેવામાં આવી રહી છે. બળિયા દેવ મંદિર નજીક વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા હતા અને જાહેર રસ્તા પર આવે ગટરના ઢાંકણા ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહી શકે છે.

આવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું જોર વધ્યું છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં સવારે બે કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા છે.

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ, અમદાવાદ શહેરના પશ્ચિમ તરફના ગોતા, એસજી હાઇવે, ચાંદખેડા, રાણીપ, ચાંદલોડિયા, આરટીઓ, સાબરમતી, ઘાટલોડિયા, ઉસમાનપુરા, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સામાન્ય કરતા વધુ છે.   

અમદાવાદમાં આખી રાત પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હેલ્મેટ ચાર રસ્તા પર BRTS રૂટમાં પાણી ભરાઈ ગયા છે. સામાન્ય વરસાદમાં પણ રોડ ધોવાઈ ગયા છે, ત્યારે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર પડેલા ખાડાને પગલે અકસ્માતનો ભય રહે છે. બાપુનગર નૂતનમિલ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાના કારણે રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં પડી રહેલા વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. જોકે, રવિવાર હોવાથી થોડી રાહત છે. લોકોને ઓફિસ જવાનું નથી, એટલે રાહત છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link