અમદાવાદની પોલ ખોલતો કમોસમી વરસાદ : એક કલાકમાં તો અનેક વિસ્તારો પાણી પાણી, જુઓ PHOTOs

Sun, 04 Jun 2023-10:05 am,

પૂર્વના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ બંધ થયા બાદ પણ રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ખોખરા હાટકેશ્વર બ્રિજ સુધી રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા. વસાહત બહાર આવેલા શોપિંગ કપ્લેક્ષની દુકાનો પાણીમાં ગરકાવ થયું છે. જેને કારણે વેપારીઓને મોટું નુકશાન થયું છે.    

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોના ઓટલા સુધી પાણી ફરી વળ્યા હતા. તો હાટકેશ્વર સર્કલ પર પાણી ભરાયા. આ ઉપરાંત ખોખરા રુક્ષમણી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હાટકેશ્વર ખોખરા જવાનો રસ્તો, સીટીએમ જામફળવાળી, જશોદાનગર પુનિતનગર રેલવે ફાટક પાસે પણ પાણી ભરાયા છે.   

એક તરફ ભગવાન જગન્નાથજીની જળયાત્રા ચાલી રહી છે, તો બીજી તરફ શહેરમાં ભારે વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું. હાલ વાસણા બેરેજ ખાતે નદીનું લેવલ 135.50 ફૂટ છે. જળયાત્રા હેઠળ નદીમાંથી જળ ભરવા માટે નદીનું લેવલ જાળવી રાખવું પડે છે. બીજી તરફ ભારે વરસાદ થાય તો બેરેજના દરવાજા ખોલવા પડે છે. હાલ સમગ્ર પરિસ્થિતિ ઉપર amc તંત્રની નજર છે. 

જવાહર ચોકથી ભૈરવનાથ જવાના રોડ પર રાજકમલ બેકરી પાસે રોડ પર પાણી ભરાતા Amts બસ ખોટકાઈ હતી  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link