આગામી 5 દિવસમાં આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ! હવામાન વિભાગે કરી આગાહી

Mon, 23 Sep 2024-8:00 pm,

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવે ચોમાસાની વિદાય નજીક છે. પરંતુ રાજ્યમાં હજુ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. એક તરફ ભાદરવાની ગરમી પડી રહી છે. બીજીતરફ હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. એટલે કે હજુ રાજ્યમાં વરસાદની સંભાવના છે. 

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જોઈએ તો 24 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સિવાય વાત કરવામાં આવે તો આણંદ, દાહોદ, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, દીવ અને બોટાલમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.   

25 સપ્ટેમ્બરે પણ રાજ્યમાં વરસાદની સંભાવના છે. બુધવારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તો ગાંધીનગર, ખેડા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાડમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે 26 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે.  આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી પણ વરસાદ પડી શકે છે.

27 સપ્ટેમ્બરે આણંદ, નર્મદા, અમદાવાદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સિવાય ખેડા, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાદ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે. 

28 સપ્ટેમ્બરે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, આણંદ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં વરસાદની સંભાવના છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link