ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, આ તારીખોએ તૂટી પડશે વરસાદ

Tue, 19 Nov 2024-8:40 am,

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માલદીવ અને વિષુવવૃત્તીય હિંદ મહાસાગરમાં નીચલા ટ્રોપોસ્ફિયરમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. જેના કારણે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર સુધી ભારતીય વિસ્તારમાં ચાટ બની છે. જેના કારણે દક્ષિણ ભારતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળી ચમકશે. પૂર્વ અરબી સમુદ્ર લક્ષદ્વીપ વિસ્તાર, કોમોરિન વિસ્તાર દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબારમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. 

ચક્રવાતની અસરને પગલે તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંદામાન નિકોબાર ટાપુઓ પર કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા વાવાઝોડાં પડી શકે છે. વીજળી પડવાની પણ સંભાવના છે. માહે અને કરાઈકલ સહિત ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જોકે, ગુજરાતમાં હાલ તેની અસરની કોઈ આગાહી નથી.

અંબાલાલ પટેલની આગાહી પણ કહે છે કે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે.

બીજી તરફ તારીખ 22, 23 અને 24 નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેશર બનશે. અને 22 થી 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડીપ્રેશન બનશે. જેના કારણે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા જોવા મળી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link