Mumbai Rain: ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું, ઓફિસોમાં રજા, રેલવે ટ્રેક, રસ્તાઓ પાણીથી ડૂબાડૂબ, જુઓ PHOTOS
સતત વરસાદના કારણે મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં રોડ પાણીમા ડૂબાડૂબ જોવા મળ્યા. જનજીવન ખોરવાઈ ગયુ છે.
ભારે વરસાદના કારણે વાહનો પાણીમાં ફસાયા. લોકો એકબીજાની મદદથી પાણીમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. ભારે વરસાદના કારણે ચર્ચગેટ-અંધેરી ટ્રેન સર્વિસ બંધ કરાઈ જ્યારે બીજી લોકલ સર્વિસ અંધેરીથી વિરારની ચાલુ છે.
ભારે વરસાદના કારણે ગ્રાંટ રોડ, ચર્ની રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, દાદરથી માટુંગ, માટુંગાથી માહિમના વિસ્તારો પાણીમાં ડૂબ્યા. વેસ્ટર્ન રેલવેના જણાવ્યાં મુજબ ચર્ચગેટથી અંધેરીની લોકલ ટ્રેનો કેન્સલ કરાઈ છે. વિરારથી અંધેરીની લાંબા અંતરની સ્પેશિયલ ટ્રેનો રિશિડ્યુલક કરાઈ છે.
બૃહદ મુંબઈ મહાનગર પાલિકાએ તમામ ખાનગી અને સરકારી ઓફિસો માટે આજે રજા જાહેર કરી છે. ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. કમિશનરે લોકોને અપીલ કરી છે કે કારણ વગર ઘરની બહાર ન નીકળે.
ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે. સાયન રેલવે સ્ટેશન પાસે પાટા સંપૂર્ણ પાણીમાં ડૂબાડૂબ જોવા મળ્યાં.
લોકો ગાડીની રાહત જોતા રહ્યાં પણ પાણીના કારણે અનેક ગાડીઓ કેન્સલ કે મોડી છે.
ભારે વરસાદના કારણે મુંબઈની નાયર હોસ્પિટલમાં પાણી ભરાયા.
આ હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરાયેલી છે. બીએમસીના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં શહેરમાં 173 મીમી વરસાદ નોંધાયો છે.