Rain in Gujarat: ભારે વરસાદથી નવસારી પાણીમાં ગરકાવ, આકાશી તસવીરોમાં જુઓ તબાહીના દ્રશ્યો

Tue, 12 Jul 2022-5:27 pm,

આકાશી દ્રશ્યોમાં દેવધા ગામ બેટમાં ફેરવાયું છે. જેની સાથે જ ઉપરવાસના ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકામાં 4 વાગ્યા બાદ પાણી વધે એવી સંભાવનાને જોતા ગણદેવીના આગેવાનો સાથે સ્થાનિક તંત્ર પણ એલર્ટ થયુ છે. જો નદીના જળસ્તરમાં વધારો થાય તો અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.   

નવસારી જિલ્લાની ત્રણેય લોકમાતા અંબિકા, કાવેરી અને પૂર્ણામાં પૂરની સ્થિતિ બની ગઈ છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાનાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેની સાથે જ આજે પણ ઉપરવાસમાં વધુ વરસાદને જોતા અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવનાને જોતા જિલ્લા કલેક્ટર સહિતનું સમગ્ર તંત્ર ગણદેવી તાલુકામાં ગોઠવી દેવાયું છે.  

નવસારી જિલ્લામાં બે NDRF ની ટીમ સ્ટેન્ડ બે રાખવામાં આવી છે, જેમાની એક હાલ વલસાડ છે, જે સાંજ સુધીમાં નવસારીમાં આવી પહોંચશે. તેમજ સ્થાનિક તરવૈયાઓ સાથે પણ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મુલાકાત કરી પૂરની સ્થિતિમાં મદદરૂપ થવા સહકાર માંગ્યો છે. સાથે જ કલેક્ટરે જિલ્લાના લોકોને તંત્રને સહકાર આપવા અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રને સહયોગ આપવા વિનંતી કરી હતી. 

આફતરૂપ બનેલા વરસાદને કારણે લોકમાતાઓમાં પૂરની સ્થિતિ બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયુ છે. અસરગ્રસ્ત પરિવારોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. જોકે જિલ્લામાં પૂર્ણા અને કાવેરી નદીઓએ, જે ભયજનક સપાટી વટાવી હતી, એમાં હવે ઘટાડો નોંધાયો છે. પરંતુ ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું જળસ્તર 24 ફુટ સુધી સ્થિર રહ્યા બાદ ધીમે ધીમે વધી રહ્યું હતું. જેને કારણે કાંઠાના 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે ગણદેવી-અમાલસાડ માર્ગ પર ધમડાછાનો લો લેવલ પુલ અંબિકામાં ગરક થયો છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link