કાશ્મીર અને હિમાચલમાં પડ્યો જબરદસ્ત બરફ, જુઓ તસવીરો
પર્વતીય વિસ્તારમાં ભારે બરફ પડવાને કારણે મેદાની વિસ્તારમાં પણ પારો નીચે ઉતરવા લાગ્યો છે. હિમાચલ પ્રદેશમાં મંગળવારે સવારે ભારે બરફ પડતા આ વિસ્તારનો લુક ખૂબસુરત થઈ ગયો છે.
હાલમાં ભારે બરફવર્ષાના પગલે શ્રીનગર-લેહ રાજમાર્ગ અને મુગલ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય મહત્વના મુખ્ય રોડ પણ બંધ થઈ ગયા છે.
હિમાચલ પ્રદેશમાં મોસમ વિભાગે કહ્યું છે કે રાજ્યમાં આવતા 24 કલાકમાં ભારે વરસાદ અને બરફ પડવાની સંભાવના છે.
લદ્દાખ ક્ષેત્રના લેહમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 6.2 ડિગ્રી નીચે અને કારગિલનું તાપમાન શૂન્યથી 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર પંચાયતની ચૂંટણીના નવમા અને અંતિમ તબક્કા માટે મતદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 68,745 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.