ગરબા કેન્સલ કરવા પડે તેવો વરસાદ આવશે, આજે નવમા નોરતે અડધા ગુજરાતમાં ત્રાટકશે વરસાદ

Fri, 11 Oct 2024-8:54 am,

આજે શુક્રવારે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. મોટા ભાગે સાંજના સમયે વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આજથી 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. જે આગાહી છે, તે સાંજની જ આગાહી છે, તેથી ગરબા સો ટકા બગડવાના. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. 

નવરાત્રિના છેલ્લા નોરતે 11 ઓક્ટોબરના રોજ સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. તો ત્રીજા દિવસે 12 ઓક્ટોબરના રોજ પણ ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ રહેશે. 

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ ના કારણે 4 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થશે. ત્રણ દિવસ તાપમાન ઘટશે બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં ક્યાંક વરસાદ રહી શકે છે. ખાસ કરીને વરસાદ સાંજના સમયે રહેવાની શક્યતા છે. તેથી નવરાત્રિ પર અસર પડશે. અત્યાર સુધી સીઝનમાં 75 ટકા સૌરાષ્ટ્ર કચ્છ સાથે ગુજરાતમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

તો બીજી તરફ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. આજે ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. આજે સુરત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. પંચમહાલ ના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ આવશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી છે. તો આહવા, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદનું પ્રમાણ વધશે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. ડીપ ડિપ્રેશન બનવાના કારણે આગામી 14 થી 22 ઓક્ટોબર દરમ્યાન તોફાન થવાની શક્યતા છએ.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link