કુદરતનો કાળો કહેર... પહાડો પર આફતનો વરસાદ... ઉત્તરાખંડ-હિમાચલમાં પૂરના કોહરામથી વધ્યું સંકટ

Thu, 25 Jul 2024-6:52 pm,

ક્યાંક લેન્ડસ્લાઈડ, ક્યાંક ઝરણાંનું રૌદ્ર રૂપ, ક્યાંક વાદળ ફાટ્યું, ક્યાંક નથી ઓસર્યા પૂરના પાણી  

આ તમામ દ્રશ્યો ભારતના અનેક રાજ્યોમાં કુદરતના ક્રૂર મિજાજના છે... જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે અનરાધાર વરસાદ પહાડી રાજ્યો પર આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે.  

પહાડી રાજ્ય ઉત્તરાખંડના પિથૌરાગઢના દ્રશ્યો ભારે વરસાદ બાદ બિહામણા બન્યા છે. અહીંયા મુનશ્યારી સડક માર્ગ પર નાચનીની નજીક પહાડનો મોટો હિસ્સો નીચે ધસી આવ્યો. જેના કારણે અવર-જવરનો રસ્તો બંધ થઈ ગયો છે.

તો હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદથી ચંબામાં ઝરણાએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો માંડ-માંડ બચ્યા છે. લગભગ 3 કલાક સુધી વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા..   

હિમાચલ પ્રદેશમાં ચોમાસાામાં સામાન્યથી 38 ટકા વરસાદ નોંધાયો... પરંતુ બુધવારની રાત્રે વિનાશક વરસાદ અન પૂરથી મનાલીમાં ફ્લેશ ફ્લડ આવી ગયુ... જેના કારણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર પથ્થરો જ પથ્થરો જોવા મળી રહ્યો છે... અને પાણીનો પ્રવાહ પણ તેજ હોવાથી લેહ-મનાલી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે....

ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ભોલેનાથ કોલોનીમાં ભારે વરસાદના કારણે ભરાયેલું પાણી હજુ ઓસર્યુ નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને કંઈપણ સામાન લાવવો હોય તો તેના માટે હોડીની મદદ લેવી પડે છે...   

મધ્ય પ્રદેશના કટનીમાં છેલ્લાં 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે.. જેના કારણે 2 ડઝન જેટલાં ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે... તો રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં ટ્રેન વ્યવહારને ભારે અસર પહોંચી છે....

હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે... તો અનેક રાજ્યોમાં લેન્ડ સ્લાઈડની પણ શક્યતા વ્યક્ત કરી છે... ત્યારે આ રાજ્યના લોકોએ ભારે સાવધાની રાખવી જરૂરી છે... કેમકે તમારી નાની અમથી બેદરકારી જીવને જોખમમાં મૂકી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link