સ્માર્ટ સિટી સુરતમાં મેઘતાંડવ : હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં સુરત શહેરના આ હાલ થયા
સુરતના મજુરા ગેટથી ઘોટદોડ રોડ પર ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે.... રોડ પર વરસાદી પાણી ભરાવાના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા.... વરસાદી પાણીમાં વાહનચાલકો ફસાયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે.....
આખા સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો..... બારડોસી, ઓલપાડ, કામરેજ સહિતના વિસ્તારમાં મેઘમહેર થઈ... આ મેઘમહેર મુસિબત લઈને આવી હોવાના દ્રશ્યો સર્જાયા... કામરેજ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
સુરતના કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા કતારગામ હથિવાળા મંદિર પાસે પાણી ભરાઈ ગયા.... એટલી હદે પાણી ભરાયા કે વાહન ચાલકોનું પસાર થવું મુશ્કેલ થઈ ગયું..... આ પહેલી વાર નથી કે હથિવાળા મંદિર પાસે પાણી ભરાયા હોય... આ દર વર્ષની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું..... વરસાદી પાણી ભરાતા લોકો બોટમાં જતાં નજરે પડ્યાં...વાહનોનો ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી...
આ છે સુરત શહેરની પાલનપુર જકાતનાકાની વિવેકાનંદર સોસાયટી... જ્યાં જોરદાર વરસાદી પાણી ભરાઈ ગયા છે... પાણી ભરાય જતાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા.... લોકોનું ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
ડભોલી વિસ્તારમાં પણ ઢીંચણસમા પાણી ભરાય જતાં અનેક વાહનચાલકો ફસાયા.... અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય....આ દ્રશ્યો જોઈને ચોક્કસથી કહી શકાય કે, સુરત શહેરમાં વરસાદ મુસિબત લઈને આવ્યો છે... લોકોનો તંત્ર સામે રોષ છે... પાણી ભરાતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.
સુરતમાં જળબંબાકાર વચ્ચે બોટીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. શહેરના સિંગણપોર ચાર રસ્તા ખાતે આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જેથી રાજદિપ સોસાયટી અને અક્ષર દીપ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. અહીં સ્પોર્ટસ ક્લબ હોય એવો નજારો જોવા મળ્યો. લોકો બોટમાં સવારી કરતા જોવા મળ્યા. વાયરલ વિડિયોને લઈ કેટલાક લોકોએ સોશ્યલ મિડીયામા કોમેન્ટમાં સુરતમાં શું હાલે છે. કેના જવાબમાં બોટુ હાલે છે એવી મીમક્રીઓ કરતા જોવા મળ્યા.
કતારગામ ઝોનમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ બની હતી. વેડ ગામમાં પણ પાણી પાણી થયા. ગામના કેટલાક લોકોને ઘરમાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. નાની વેડ અને મોટી વેડને જોડતા રોડ પર પણ પાણી પાણી થયા, જેથી બે ગામ વચ્ચે સંપર્ક તૂટ્યો હતો. અધિકારીના પાપે લોકોને વેઠવાનો વારો આવ્યો.
સુરતના વરાછા ફૂલ માર્કેટની સામે એક રીક્ષા પર મસમોટું વિશાળકાય ઝાડ પડતા રીક્ષામાં બેસેલ વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ફૂલ માર્કેટ બ્રિજની સામે આ ઘટના બની હતી. ઓટો રીક્ષા ચલાવનાર અને રીક્ષા ચલાવી પોતાનું પરિવારનું ભરણ પોષણ કરનાર હનીફ શૈખ વાહફ પર ઝાડ પડતા ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. મનપાના ગાર્ડન વિભાગની બેદરકારીના લીધે હનીફ નામક યુવકનો જીવ ગયો હતો.