કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર! અમદાવાદમાં વરસ્યો આફતનો વરસાદ, આ 4 અંડરપાસ બંધ

Fri, 30 Jun 2023-8:52 pm,

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે 4 અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં અખબારનગર , મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હજી પણ સાંજની તીવ્રતા મુજબ અતિ ભારે વરસાદ યથાવત રહે તેવી શક્યતા છે. સમગ્ર એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો છે.  એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.

કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર બન્યો છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં 2 કલાકમાં પોણા 6 ઇંચ વરસાદ વરસ્યો છે. 7 થી 8 દરમ્યાન વરસાદની તીવ્રતા વધી ગઈ છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 7-8 ડમરિયાં દોઢથી બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમદાવાદના પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

એસજી હાઇવે સહિતનાં અમદાવાદ શહેરનાં વિસ્તારોમાં ટ્રાફિકની લાંબી લઈનો લાગી હતી. ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા સાંજનાં સમયે નોકરી ધંધા પરથી ઘરે પરત ફરી રહેલા નગરજનો અટવાયા હતા. લગભગ બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદનાં જોધપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

અમદાવાદમાં વરસાદે ભારે તારાજી  સર્જી દીધી હતી. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. નહેરુનગર, જોધપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારો થયા પાણી પાણી રોડ ઉપર ડિવાઈડર સુધી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સતત વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link