ગુજરાતમાં ક્યાં ફૂંકાશે ઝડપી પવન? કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી? ક્યારે થશે બંધ

Wed, 25 Sep 2024-7:25 pm,

ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના છે.

લાંબા સમયના વિરામ પછી આજે નવસારી, સુરત અને સાબરકાંઠામાં મેઘરાજા મહેરબાના થયા છે. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી.તો આજે છોટાઉદેપુરની બીજી સૌથી મોટી હેરણ નદી બે કાંઠે જોવા મળી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી હેરણ નદી પાંચમી વખત બે કાંઠે વહી. હેરણમાં નવા નીર આવતા રાજ વાસણા આડબંધ ઓવરફ્લો થયો છે. 

ગુજરાતમાં અત્યંત બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું છે. અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને સુરતમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો, જેથી સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યાં છે તેમજ રસ્તાઓ નદી બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.

વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા અને સીટીએમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો..જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડાના નડિયાદ અને છોટાઉદેપુરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો અને મેઘરાજાનું આગમન થયું હતું. 

કાળા ડીંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નડિયાદમાં 30 મિનીટ સુધી ધોધમાર વરસાદ વરસ્યો. બીજી બાજુ સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની નજીક છે. નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાવામાં માત્ર 35થી 38 સેન્ટીમીટર જેટલો જ બાકી છે. નર્મદા ડેમમાં 68 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ 15 હજાર ક્યુસેક જેટલું પાણી પાણી છોડવામાં આવી રહ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link