PM મોદીએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી, ભારે હૈયે માતાને આપી વિદાય, તસવીરોમાં જુઓ અંતિમયાત્રા

Fri, 30 Dec 2022-10:38 am,

પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી. 

માતાના પાર્થિવ દેહની સાથે શબવાહિનીમાં પીએમ મોદી પણ બેઠા હતા. 

તેમણે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમશ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારીયાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.

ગત 4 ડિસેમ્બર, 2022ના રોજ પ્રધાનમંત્રી મોદીએ માતા સાથે મુલાકાત કરી હતી. આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હતા. પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. 18 જૂન 2022 તેમણે તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.

પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહને પીએમ મોદી સહિત તેમના પુત્રોએ ભારે હૈયે અગ્નિદાહ આપ્યો. 

પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સેક્ટર 30 ખાતે કરવામાં આવ્યા. 

હીરાબાના નિધનના સમાચાર જાણ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. 

પ્રધાનમંત્રી મોદી પહેલાંથી તેમના માતા હીરાબાની ખુબ નિકટ હતાં. નરેન્દ્ર મોદીએ ભલે યુવાવસ્થાથી જ ગૃહત્યાગ કર્યો હતો. પણ તેઓ હંમેશા હીરાબાના ખબરઅંતર લેતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ નિયમિત રીતે જન્મદિવસ હોય કે કોઈ સારો અવસર હોય ત્યારે હીરાબાના આશીર્વાદ લેવા જરૂર જતાં. હીરાબાએ પહેલાં જ ભવિષ્ય વાણી કરી દીધી હતી કે તેમનો દિકરો નરેન્દ્ર આગળ જતાં દેશનો પ્રધાનમંત્રી બનશે અને દેશની સેવા કરશે. અને પછી થયું પણ એવું જ, નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યાં અને દેશના પ્રધાનમંત્રી બન્યાં.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link