Heeraba Modi Health: PM મોદીની માતા હીરાબા સાથેની અતિ દુર્લભ તસવીરોમાં જુઓ યાદગાર પળોની સફર
પ્રધાનમંત્રી મોદી પહેલાંથી તેમના માતા હીરાબાની ખુબ નિકટ હતાં. નરેન્દ્ર મોદીએ ભલે યુવાવસ્થાથી જ ગૃહત્યાગ કર્યો હતો. પણ તેઓ હંમેશા હીરાબાના ખબરઅંતર લેતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ નિયમિત રીતે જન્મદિવસ હોય કે કોઈ સારો અવસર હોય ત્યારે હીરાબાના આશીર્વાદ લેવા જરૂર જતાં. હીરાબાએ પહેલાં જ ભવિષ્ય વાણી કરી દીધી હતી કે તેમનો દિકરો નરેન્દ્ર આગળ જતાં દેશનો પ્રધાનમંત્રી બનશે અને દેશની સેવા કરશે. અને પછી થયું પણ એવું જ, નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યાં અને દેશના પ્રધાનમંત્રી બન્યાં.
પ્રધાનમંત્રી બન્યા બાદ પણ પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે જરૂર હીરાબાના આશીર્વાદ લેવા જતાં. અને પોતાના માતા હીરાબાની સાથે તેઓ જમતા હતાં. પીએમ મોદીની હીરાબા સાથેની આ તસવીરો હંમેશા યાદગાર રહેશે. તબિયત નાદુરસ્ત હોવાને કારણે પીએમ મોદીના માતા હીરાબાને અત્યારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જોકે, હાલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.