Photos: હિફાઝતના નેતા રિસોર્ટમાં જે મહિલા સાથે રંગે હાથે પકડાયા તેના વિશે થયો ચોંકાવનારો ખુલાસો
ઢાકા ટ્રિબ્યુનના જણાવ્યાં મુજબ શનિવારે સોનારગાંવના રિસોર્ટમાં રોકાવવા દરમિયાન મામૂનુલ હકે તે મહિલાને પોતાની બીજી પત્ની ગણાવી હતી. પરંતુ તપાસમાં આ વાત ખોટી નીકળી અને ખબર પડી કે તે મહિલા એક બ્યૂટી પાર્લરમાં કામ કરે છે અને તેના નિકાહ કોઈ બીજા સાથે થયા છે.
રિપોર્ટ મુજબ મામૂનુલ હક શનિવારે એક રિસોર્ટમાંથી મહિલા સાથે રંગે હાથે પકડાયો હતો. ત્યારબાદ હવે તે મામલાને રફેદફે કરવામાં લાગ્યો છે. આ મામલે હવે રાજકારણ ગરમાયું છે.
નોંધનીય છે કે આ એજ મામૂનુલ છે કે જેના પર પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ વખતે આખા દેશમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. અને આ હિંસામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મામૂનુલ હક એક કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન હિફાઝત એ ઈસ્લામના જનરલ સેક્રેટરી છે. આરોપ છે કે મામૂનુલ હકના ઈશારે હિફાઝત એ ઈસ્લામના કાર્યકરોએ બાંગ્લાદેશના ચટગાંવ અને બ્રાહ્મણબરિયામાં ખુબ હિંસા કરી હતી. જેના કારણે સુરક્ષાદળોએ હાલાત કાબૂમાં લેવા ફાયરિંગ કરવું પડ્યું જેમાં લોકોના મોત થયા. બાંગ્લાદેશની પોલીસે હિફાઝત એ ઈસ્લામના મહાસચિવ મામૂનુલ હકને તે માટે જવાબદાર ઠેરવ્યો હતો.
બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દેશની સંસદમાં મામૂનુલ હકની કરતૂત પર ટિપ્પણી કરતા કહ્યું કે તે ઈસ્લામના નામ પર કલંક છે અને આવા લોકો ઈસ્લામને શરમસાર કરી રહ્યા છે. શેખ હસીનાએ મામૂનુલ હકની આકરી ટીકા કરતા કહ્યું હતું કે આવા ખોટા અને મક્કાર લોકોના કારણે ચરમપંથીઓ, આતંકીઓ અને ચરિત્રહિન લોકોનું નામ આજે ઈસ્લામ સાથે જોડાઈ ગયું છે. (તસવીર-સાભાર ઢાકા ટ્રિબ્યુન)