Guinness World Records: ગુજરાતમાં જાણીતી હેલી એન્ડ ચિલી કાફેએ કર્યો વર્લ્ડ રેકોર્ડ, કર્યું એવું કામ કે...

Sun, 19 Feb 2023-7:31 pm,

હેલી એન્ડ ચીલી કાફે ખાતે વિશ્વમાં સૌ પ્રથમ વાર 500 જેટલા ગ્રાહકોને એક સાથે ગ્રાહકોનાં પોતાનાં નામ સાથે કોફીનાં ગ્લાસ અને બર્ગર સર્વે કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. આ પ્રસંગે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેસન યુએસએનાં અને ડબલ્યુટીઓ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુએસએનાં જજ વિશાલભાઈએ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર સુપ્રત કર્યું હતું.

સામાન્ય રીતે નામ લખેલા કોફી મગમાં લોકો કોફી પીવાનો શોખ ધરાવે છે, જયારે કેક પર નામ લખવામાં આવે છે. ત્યારે વલ્લભવિદ્યાનગરની હેલી એન્ડ ચીલી કાફેમાં વિશ્વમાં સૌ પ્રથમ વાર નામ લખેલા બર્ગર અને કોફી કપ એક સાથે 500 ગ્રાહકોને સર્વે કરવામાં આવ્યા હતા અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેસન અને ડબલ્યુટીઓ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અમેરીકાનાં જજ વિસાલભાઈએ ગ્રાહકનાં નામ લખેલા બર્ગર અને કોફી કપ તૈયાર કરવાની પ્રક્રિયા તેમજ ગ્રાહકોને એક સાથે સર્વે કરવાની પ્રક્રિયા નિહાળ્યા બાદ હેલી એન્ડ ચીલી ફુડસ પ્રાઈવેટ લીમીટેડનાં ડીરેકટર ચંદ્રેશ બાયડ અને અર્પિત મહેતાને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.

સામાન્ય રીતે કપ પર કે ખાધ્ય વસ્તુ પર પેનથી લખીને કે હાઈઝીન નામ લખીને વાનગી કે કપ સર્વ કરવામાં આવે છે. ત્યારે હીલ એન્ડ ચીલીનાં સંચાલકો દ્વારા કેમીકલનાં ઉપયોગ વિના સંપૂર્ણપણે ખાધ્ય વસ્તુમાંથી બર્ગર અને ગ્લાસ પર નામ પ્રિન્ટ કરવાની ટેકનિક વિકસાવી છે અને આધુનિક ટેકનીકથી તેઓએ વિશ્વમાં સૌ પ્રથમ વાર બર્ગર અને કોફી કપ પર નામ લખ્યા હતા.   

તેમજ આગામી મહિને તેઓ આ ટેકનીકને કેનેડા અને દુબઈમાં પણ વિકસાવી રહ્યા છે. હેલી એન્ડ ચિલી કેફેએ અગાઉ વિશ્વની સૌથી લાંબી ફ્રેન્ચ ફ્રાઈસ અને વિશ્વની સૌથી મોટી ફ્રેંચ ફ્રાઈસ ડીશ માટેના વિશ્વ વિક્રમો પોતાના નામે કર્યા છે અને આજે વધુ એક વર્લ્ડ રેકોર્ડ સાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link