Photos: બોલીવુડની આ અભિનેત્રીએ ફક્ત લગ્ન માટે અપનાવ્યો હતો ઈસ્લામ ધર્મ, પતિએ પણ આપ્યો હતો સાથ
હેમા માલિી બોલીવુડની સદાબહાર અભિનેત્રીઓમાંથી એક છે. બસંતીના હુલામણા નામથી મશહૂર અભિનેત્રીની લવસ્ટોરી ખુબ રસપ્રદ છે.
હેમા માલિની શોલે ફિલ્મના પાત્ર બસંતીથી ખુબ મશહૂર થઈ હતી. આ ફિલ્મ આજે પણ એટલી જ લોકપ્રિય છે.
હેમા માલિની અને ધર્મેન્દ્રની પહેલી મુલાકાત 1970માં ફિલ્મ તુ હસીન મે જવાનના સેટ પર થઈ હતી.
ધર્મેન્દ્ર પરણિત હતા. આમ છતાં હેમા માલિની અને ધર્મેન્દ્ર પ્રેમમાં પડ્યા.
હેમા માલિની ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેમના ઘરવાળા તેમના લગ્ન જિતેન્દ્ર સાથે કરાવવા માંગતા હતા.
જેવી ધર્મેન્દ્રને આ વાતની ખબર પડી કે તેઓ હેમા માલિનીના ઘરે ગયા અને તેમણે હેમાને લગ્ન માટે રાજી કરી લીધા.
ધર્મેન્દ્ર પહેલેથી જ પરિણીત હોવાના કારણે બીજા લગ્ન ડિવોર્સ વગર કરી શકે તેમ નહતા. આથી તેમણે ઈસ્લામ ધર્મ અપનાવ્યો.
હેમા માલિનીએ પણ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો. બંનેએ પોતાના નામ પણ દિલાવર ખાન અને આયેશા રાખ્યા હતા.
ત્યારબાદ ઈસ્લામિક રિતી રિવાજ મુજબ હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે 1980માં લગ્ન કર્યા હતા.