ચા પીનારાને દંગ કરી દેશે આ સમાચાર, 4 પ્રકારની ચામાંથી મળે છે આવા જોરદાર ફાયદા

Fri, 03 Aug 2018-11:50 am,

જો તમે કોઇ જૂના અથવા નવા નવી ઇજા પર સોજાથી પરેશાન છો તો ચાનું સેવન તેમાંથી તમને ફાયદો થશે. દર મહિનાની માફક સોજા માટે જરૂરી નથી કે તમે ડોક્ટર પાસેથી સલાહ લો. તમે કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સોજાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. કેંસર, હદય રોગ અને અર્થરાઇટિસથી ગ્રસ્ત રોગીઓને થનાર સોજો ઘણીવાર ચિંતાનો વિષય હોય છે. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં ખાવામાં આવતા આહારથી સોજો આવવો મહત્વપૂર્ણ કારણ હોય છે. આગળની સ્લાઇડમાં વાંચો સોજામાંથી આરામ મેળવવા માટે કેટલાક રામબાણ ઘરેલૂ નુસખા...

સોજાની સમસ્યામાં ગરમ ચા ખૂબ જ ગુણકારી રહે છે. તેને તૈયાર કરવા માટે ચાના પત્તાને સારી રીતે સુકવી અને કૂટીને તેને એક કપ પાણીમાં ઉકાળો. વ્યવસ્થિત રીતે ઉકાળ્યા બાદ તેને થોડીવાર ઠંડુ થવા દો. હવે તેને પી લો, આમ નિયમિત 7 દિવસ કરવાથી તમારા સોજામાં રાહત મળવાનું શરૂ થઇ જશે. 

બ્લેક ટી - બ્લેક ટીને સીનેન્સિસ છોડના પત્તાથી તૈયાર કરવામાં આવે છે. તેને 4000 વર્ષ સુધી ચાઇનીઝ દવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. બ્લેક ટીનું સેવન સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. 

ગ્રીન ટી - ગ્રીન ટીનું સેવન સોજા ઉપરાંત અન્ય પ્રકારની ઘણી સમસ્યાઓમાંથી પણ રાહત આપે છે. ગ્રીન ટીમાં મળી આવતા એંટીઓક્સીડેંટ સોજા સામે લડવામાં મદદગાર હોય છે. એક નિયત માત્રામાં દરરોજ ગ્રીન ટીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક હોય છે. ઘણા રિસર્ચમાં પણ ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણવામાં આવે છે.

વ્હાઇટ ટી - ગ્રીન ટી અને બ્લેક ટી ઉપરાંત વ્હાઇટ ટીનું સેવન પણ સોજામાં રાહત આપે છે. તેને તે જ ઝાડના પત્તામાંથી તૈયાર કરવામાં આવે છે જેમાંથી ગ્રીન ટી અને બ્લેક ટી બનાવવામાં આવે છે. સીનેન્સિસ ઝાદના નાના નાના પત્તાને કાપીને સુકવી દેતાં વ્હાઇટ ટી માટે પત્તા તૈયાર થઇ જશે. તેમાં મળી આવતું પોલિફનોલિક કમ્પાઉડ સોજો ઓછો કરવામાં મદદ કરે છે.

રૂઇબોસ ટી - રૂઇબોસ ટી દક્ષિણ આફ્રીકામાં મળી આવતા એસપાલાથસ લાઇંરસ છોડના પત્તામાંથી તૈયાર કરવામાં આવે છે. આ ચા કેફીન ફ્રી અને સોજાને ઓછો કરવાના કારણે ઝડપથી લોકોમાં લોકપ્રિય થઇ છે. ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રૂઇબોસ ટીમાં શક્તિશાળી એંટી-ઇંફ્લેમેટરી ફ્લૈવોનોઇડ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. આ સોજો ઓછો કરવા ઉપરાંત તણાવ ઓછો કરવામાં પણ રાહત આપે છે. 

કૈમોમાઇલ ટી - કૈમોમાઇલ ટી ચામોમિલા રિકુટીટા છોડના પત્તામાંથી તૈયાર કરવામાં આવે છે. તેનું સેવન સોજામાં રાહત આપે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link