Rajkot: આ 5 સ્થળોની મુલાકાત લીધા વિના અધુરી છે તમારી રાજકોટની ટૂર, એકવાર જરૂર આંટો મારજો
રાજકોટના જૂબલી ગાર્ડન વિસ્તારમાં જાણિતું વોટસન મ્યૂઝિમ (Watson Museum) છે જે ક્વિન વિકટોરિયા મેમોરિયલ ઇંસ્ટીટ્યૂટની બિલ્ડીંગનો ભાગ છે, તેમાં ઘણી ઐતિહાસિક અને કિંમતી વસ્તુઓ સમાન્ય જનતાને જોવા માટે રાખવામાં આવી છે.
નિરંજન શાહ સ્ટેડિયમનું જૂનું નામ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ છે જેને ખાંધેરી ક્રિકેટ સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે. તેનું નિર્માણ વર્ષ 2008 માં કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલી ઇન્ટરનેશનલ મેચ 2013 માં રમાઇ હતી. ક્રિકેટ લવર્સ માટે અહીં આવ્યા વિના રાજકોટની ટૂર અધૂરી છે.
રાજકોટના આઉટસ્કર્ટમાં પ્રદ્યુમન પાર્ક (Pradyuman Park) નામનું પક્ષીઘર આવેલું છે. જ્યાં તમે મિત્રો અને સંબંધીઓ સાથે શાંતિની પળો વિતાવી શકો છો, અહીં તમે ટાઇગર, લાયન અને સાપ જેવા જીવ જોઇ શકો છો.
આ બિલ્ડીંગમાં મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી રહેતા હતા જેમને એક જમાનામાં રાજકોટના દીવાન બનાવવામાં આવ્યા હતા. આ મકાન રાજકોટના ધમેન્દ્ર રોડ પર સ્થિત છે. જેમાં ગાંધીજીની જિંદગી સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ છે.
જો તમે ધાર્મિક છો જે રાજકોટના જસદણ વિસ્તારમાં ઘેલા સોમનાથ મંદિર (Ghela Somnath Temple) ના દર્શન કરવા જઇ શકે છે, આ મંદિર મહાદેવ અને શાંતિ ઇચ્છતા લોકો માટે સારી જગ્યા છે.