અમદાવાદના ફ્લેટમાં ચાલતી હતી ગાંજાની હાઈટેક ખેતી! આ પ્રકારનો પ્રથમ કેસ, તસવીરો જોઈ માથું ગોથે ચઢશે!

Sun, 03 Sep 2023-11:28 pm,

મળતી માહિતી મુજબ સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી વાહી હાથ ધરવામાં આવી છે. બાતમી મળતા પોલીસે અમદાવાદના સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જેમાં આ લેબ ઝડપાઈ છે. પોલીસે દરોડા દરમિયાન 200 કુંડામાં માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા. પોલીસે તમામ છોડ કબ્જે કર્યા છે. 

આ આરોપીઓ માદક પદાર્થના છોડ ઉછેરીને વિદેશમાં વ્યાપાર કરતા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મળતી માહિતી ઝારખંડના રહેવાસી મુજબ માદક પદાર્થના 200 છોડનો ઉછેર કરતા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે 1 યુવતી અને 2 યુવકોની ધરપકડ કરીને મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. હજુ પણ પોલીસ દ્વારા માદક પદાર્થની લેબમાં તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સરખેજમાંથી હાઇપ્રોફાઈલ ફલેટમાંથી ગાંજાનું વાવેતર મળ્યું હતું. જેમાં જાણવા મળી રહ્યું છે કે સરખેજના ઓર્ચિડ લેગસીના D2 ફલેટના 1501 અને 1502ના ફલેટમાંથી ગાંજાનું વાવેતર મળ્યું છે. હાઇડ્રોપોનિક્સના પ્રકારના ગાંજાનું વાવેતર મળી આવ્યું છે. ગાંજાના કુંડામાં એમિનો એસિડ અંદર નાખવામાં આવતું, જેથી જલ્દી ઉત્પાદન થતું. અંદાજે 100 કુંડામાં ગાંજો ઉગડ્યો હતો.

બંને ફલેટનું 35 હજારનું ભાડું હતું. ગાંજાના વાવેતર માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા સર્કિટ અને ટેમ્પ્રેચરનું આયોજન કર્યું હતું. 100 કુંડામાં 5 સેન્ટીમીટર જેટલા ઊંચા ગાંજાના છોડ ઉગ્યા હતા. 

આ ઘટનામાં ગાંજાનું બિયારણ ક્યાથી લાવ્યા એ અંગે પોલીસ તપાસ શરૂ કરી છે. ગાંજાનું વેચાણ કરવા માટે ઉગાડયું હતું. દોઢ માસ પહેલા લેબમાં છોડ ઉગાડવાનું શરૂ કર્યું હતું. ફલેટમાં મોટા પાર્સલ આવ્યા હતા, જેથી સ્થાનિકને શંકા ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરતા ગાજાનું વાવેતર મળ્યું. ગુજરાતમાં આ પ્રકારે પહેલી વાર ગાંજાનું વાવેતર મળ્યું હતું. 

આ ઘટનામાં બે યુવક અને એક યુવતીની સરખેજ પોલીસ અટકાયત કરી હતી. જેમાં મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે, જે મૂળ રાંચી ઝારખંડના હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક આરોપી CA હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસ વહેલી સવાર 3 વાગ્યાથી રેડ શરૂ કરી હતી. સરખેજ પોલીસ રેડની કાર્યવાહી 20 કલાક સુધી ચાલી હતી. જેમાં રવિ મુસરકા, વિરેન મોદી, રતિકા પ્રસાદ નામના આરોપીઓની અટકાય કરવામાં આવી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link