Year End Review: આ વર્ષે વનડેમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-5 બોલર
)
21 મેચ, 42 વિકેટ. ભારતના ફાસ્ટ બોલરે એકદિવસીય મેચોમાં આ વર્ષે કુલ 42 વિકેટ પોતાના નામે કરી હતી. તે વર્ષ 2019મા સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર રહ્યો છે. આ વર્ષે શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર ત્રણ મેચ એવી રહી જેમાં તેને કોઈ વિકેટ ન મળી. આ વર્ષે તેણે વિશ્વકપમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. પરંતુ ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વકપમાં તેને માત્ર 4 મેચ રમવા મળી, જેમાં તેણે 14 વિકેટ પોતાના નામે કરી હતી. તેમાં વિશ્વકપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ઝડપેલી હેટ્રિક પણ સામેલ છે.
)
20 વનડે 38 વિકેટ. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ આ વર્ષે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં બીજા સ્થાને છે. તેણે 20 મેચમાં 38 વિકેટ ઝડપી હતી. તેની એવરેજ 23.97ની રહી અને ઇકોનોમી રેટ 4.70નો રહ્યો હતો. બોલ્ટે પોતાના સાથે લોકી ફર્ગ્યુસન (21 વિકેટ)ની સાથે મળીને આઈસીસી વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિશ્વકપમાં તેણે 10 મેચોમાં 17 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભારત વિરુદ્ધ હેમિલ્ટનમાં રહ્યું જ્યાં તેણે 10 ઓવરમાં 21 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
)
17 વનડે મેચોમાં 35 વિકેટ. લોકી ફર્ગ્યુસને વર્ષ 2019મા 17 મેચ રમીને કુલ 35 વિકેટ પોતાના નામે કરી છે. લગભગ 150ની ગતિથી બોલિંગ કરવાની ક્ષમતા ધરાવનાર ફર્ગ્યુસન બેટ્સમેનોને પરેશાન કર્યાં હતા. કીવી બોલર મિશેલ સ્ટાર્ક (27 વિકેટ) બાદ વિશ્વકપનો બીજો શ્રેષ્ઠ બોલર રહ્યો હતો. લોકીએ 9 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. તે આઈસીસીની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. વર્ષમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અફઘાનિસ્તાન વિરુદ્ધ ટોન્ટનમાં આવ્યું, જ્યાં તેણે 37 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
16 મેચોમાં 34 વિકેટ. બાંગ્લાદેશના ડાબા હાથના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન આ યાદીમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. રહમાન માટે પણ વિશ્વકપ સારો રહ્યો હતો. તેણે 8 મેચોમાં 20 વિકેટ ઝડપી હતી. તેમાં બે વખત પાંચ વિકેટ સામેલ હતી. ભારત વિરુદ્ધ બર્મિંઘમમાં 59 રન આપીને 5 વિકેટ વર્ષમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. મુસ્તાફિઝુર વિશ્વકપ 2019મા સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં જોફ્રા આર્ચરની સાથે ત્રીજા નંબર પર રહ્યો હતો.
19 મેચોમાં 33 વિકેટ. ભારતીય પેસ એટેકમાં ભુવી હંમેશા પોતાના સાથી ખેલાડીઓના પડછાયામાં રહી જાય છે. તેમ છતાં તે વર્ષમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર વનડે બોલરોના લિસ્ટમાં પાંચમાં સ્થાને રહ્યો. તેણે 19 વનડે મુકાબલામાં 33 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ એવરેજ 23.75 અને ઇકોનોમી રેટ 5.23નો રહ્યો છે.