Himachal Pradesh Rain Disaster: હિમાચલમાં કુદરતના કહેરથી 60થી વધુના જીવ ગયા, તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો
હિમાચલની આ તસવીરો જોઈને તમે પણ સહેમી જશો. તબાહીનો આ મંજર તમને અંદર સુધી હચમચાવી નાખશે.
લેન્ડસ્લાઈડના કારણે સ્લોટર હાઉસ અને અનેક ઘરો ઝપેટમાં આવી ગયા.
ગણતરીની પળોમાં ઈમારત ધરાશાયી થઈ ગઈ. ઈમારત પડતા ચારેબાજૂ ચીજોથી વાતાવરણ શોકમય બન્યું. આકાશી આફતથી લોકો દહેશતમાં છે.
સ્થાનિક લોકો દહેશતમાં છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી ચાલુ છે.
શિમલામાં ફાગલીમાં થયેલી દુર્ઘટનામાં કાટમાળમાંથી એક છોકરીને જીવિત બહાર કાઢવામાં આવી. SSB ના જવાનોએ અકસ્માતના 5 કલાક બાદ યુવતીનું રેસ્ક્યૂ કર્યું.
અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. શિમલાથી લઈને સોલન અને મંડીથી લઈને બિલાસપુર સુધી તબાહી અને બરબાદીનો મંજર જોવા મળી રહ્યો છે.
શિમલામાં કૃષ્ણાનગરમાં ખતરનાક લેન્ડસ્લાઈડ થયું. એક પેડ બિલ્ડિંગ પર પડ્યું. ત્યારબાદ ઈમારત પડી ગઈ.
હિમાચલમાં તબાહીથી હાહાકાર મચ્યો છે.
સતત વરસાદના પગલે કાલકા શિમલા રેલવે ટ્રેક પણ નુકસાનગ્રસ્ત થયો. 120 વર્ષ જૂનો રેલવે ટ્રેક જૂતાર્ધ અને સમરહિલ સ્ટેશન વચ્ચે હવામાં લટકી ગયો.
સોલન, મંડી, બિલાસપુર, કાંગડા દરેક જગ્યાએ હાલત ડરામણા છે. હિમાચલમાં સ્થિતિ કેટલી જોખમી છે તે જાણવા માટે ઝી મીડિયાની ટીમ મંડી સહિત અનેક વિસ્તારોમાં પહોંચી છે. જ્યાં વાદળો ફાટ્યા બાદ લોકો પલાયન કરી રહ્યા છે.