Photos: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, બરફની ચાદરમાં લપેટાયા અનેક રાજ્યો

Mon, 17 Dec 2018-11:03 am,

લેહ માઈનસ 16 ડિગ્રી સાથે થીજી ગયુ છે, તો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં માઈનસ 4.2 ડિગ્રી તાપમાન સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ રહી હતી. કાશ્મીરના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં માઈનસ 5.6 ડિગ્રી તાપમાન રહ્યું. જે છેલ્લા ચારવર્ષનું સૌથી નીચુ તાપમાન રહ્યુ હતું. નજીકના કોકરનાગમાં માઈનસ 5.7, કુપવાડામાં માઈનસ 4.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહલગામમાં માઈનસ 9.3 ડિગ્રી, કારગિલમાં માઈનસ 10.8 ડિગ્રી તાપમાન રહ્યું. તો પાટનગર દિલ્હીમાં લઘુતમ 7.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. પંજાબ અને હરિયાણામાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. 

તાપમાન માઈનસમાં જતાં જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. તો કાશ્મીરની ખીણ અને લદ્દાખમાં પણ આકરી ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને અનેક સ્થળોએ વરસાદના કારણે લોકોને આકરી સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે.

સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા 5 દિવસથી ભારે હિમ વર્ષા થવાના કારણે ગુજરાત રાજ્યમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર-પૂર્વીય હવાના કારણે રાજ્યમાં પારો ગગડ્યો છે ને 18થી 22 ડિસે. વચ્ચે પારો હજુ ગગડવાની શક્યતા છે. ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 

ઉત્તર ભારતનાં અનેક રાજ્યમાં હિમવર્ષા થઈ છે. રવિવારે માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈનસ 2.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આવા ઠંડાગારમાં માહોલમાં ખુલ્લામાં પડેલુ પાણી તથા નખી લેકમાં બરદની ચાદર પથરાઈ ગઈ હતી. જોકે, અહીં સહેલાણીઓ આ માહોલને માણી રહ્યાં છે. 

હિમાચલ પ્રદેશના સિમલામાં અનેક સહેલાણીઓ બરફવર્ષની મજા માણવા પહોંચી ગયા છે. સિમલાના મોલ રોડ પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી છે. તો આ વર્ષે કાશ્મીરમાં જનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 

બીજી તરફ ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર પર બરફની ચાદરમાં લપેટાઈ ગયું છે. 

જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પર ટ્રકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link