પટૌડી પેલેસને ટક્કર મારે તેવા ભવ્ય અને સુંદર પેલેસ છે ગુજરાતમાં, આજ સુધી નથી જોયા તો જોઈ લો આ તસવીરો

Wed, 13 Dec 2023-11:51 am,

વડોદરા શહેરમાં આવેલું લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતનું સૌથી મોટો પેલેસ છે. આ પેલેસનું બાંધકામ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયું હતું. આ મહેલમાં ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે.  

કચ્છના ભુજમાં આવેલો આઈના મહેલ મહારાજા લખપતસિંહ એ બંધાવ્યો હતો. આઈના મહેલની દીવાલો આરસની છે અને તેના પર અરીસાઓ લગાડવામાં આવેલા છે.

ઈડરની અરવલ્લી પર્વતમાળા પાસે આવેલો આ મહેલ મહારાજા દોલતસિંહ એ બંધાવ્યો હતો. દોલત વિલાસ પેલેસને લાવાદુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ગોંડલમાં આવેલા નવલખા મહેલનું નિર્માણ 17મી સદીમાં થયું હતું. તે સમયે આ મહેલનું બાંધકામ અંદાજે 9 લાખ રૂપિયામાં થયું હતું. 

વાંકાનેરમાં આવેલો રણજીત વિલાસ પેલેસ પણ જોવા જેવી જગ્યા છે. વાંકાનેરની ટેકરી પર વાંકાનેરના રાજવી અમરસિંહે આ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. આ પેલેસ પર ઇટાલિયન ડચ અને યુરોપિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.  

પ્રાગ મહેલનું નિર્માણ રાવ પ્રાગમલજીએ શરૂ કરાવ્યું હતું અને આ મહેલનું નિર્માણકાર્ય ખેંગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું હતું. આ મહેલમાં 45 ફૂટ ઊંચા ટાવર આવેલા છે જ્યાંથી આખું ભુજ શહેર દેખાય છે. 

કચ્છ જિલ્લાના માંડવીના દરિયા કિનારે વિજય વિલાસ પેલેસ આવેલો છે. આ પેલેસનું નિર્માણ વિજયસિંહજીએ કરાવ્યું હતું. જેના માટે તેમણે જયપુરથી કારીગરો બોલાવ્યા હતા. આ પેલેસમાં બોલીવુડની સુપરહિટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મ શૂટિંગ પણ થયું છે.

અમદાવાદ ખાતે આવેલા મોતીશાહી મહેલની સ્થાપના શાહજહાંએ કરી હતી. આ પેલેસમાં નયન રમ્ય બગીચા આવેલા છે..આ મહેલના એક ખંડનો ઉપયોગ રવિન્દ્રનાથ ટાગોરે અધ્યયન માટે કર્યો હતો તે ખંડને આજે ટાગોર સ્મૃતિ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદના આ મહેલને 1975 થી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે.

આ મહેલનું નિર્માણ 1915 માં રાજા વિજયસિંહજીએ કરાવ્યું હતું. આ મહેલ યુરોપિયન સ્ટાઈલથી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રોમ અને ગ્રીક કારીગરીની ઝલક જોવા મળે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link