આ 5 ભારતીય સ્મારકો જે મહિલાઓએ બનાવ્યા, જેનો છે ખાસ ઈતિહાસ
નવી દિલ્લીમાં સ્થિત હુમાયુની કબર ભારતની પ્રખ્યાત કબરોમાંથી એક છે. જે હુમાયુની બેગમ હમીદ બાનો બેગમે બનાવી હતી. આ સ્મારક ફારસી અને ભારતીય શૈલીઓના મિશ્રણથી બનેલી સૌથી જૂની રચનાઓમાંની એક છે. હમીદા બેગનના મૃત્યુ પછી તેને પણ આ કબરમાં દફનાવવામાં આવ્યો હતો.
રાણી નૂરજહાંએ 1622થી 1628ની વચ્ચે તેના પિતા મીર ગિયાસ બેગની યાદમાં ભારતમાં પ્રથમ આરસની સમાધિ બનાવી હતી. જેનું નામ ઇતિમાદ-ઉદ-દૌલાની કબર છે. આ કબર બગીચામાં ખજાનાની પેટી જેવી લાગે છે જેમાં કોરલ સાથે લાલ અને પીળા રેતીના પત્થરો છે.
ભારતના સૌથી સુંદર સ્ટેપવેલમાંથી એક રાની કી બાઓલી વિશ્વની એવી પહેલી વાવ છે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયું. ગુજરાતના પાટણમાં આ વાવ મહારાણી ઉદયમતીએ તેના પતિ રાજા ભીમદેવની યાદમાં 1063માં બનાવી હતી. સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવ નદીના કાદવથી ભરેલી હતી, જેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ફરીથી ખોદવામાં આવી છે.
મિરાજન કિલ્લો કર્ણાટકના પૂર્વ કન્નડ જિલ્લાના પશ્ચિમ કાંઠે આવેલો છે. આ કિલ્લો ઉંચી દિવાલો અને ઉંચા ગઢની ડબલ પરતથી ઘેરાયેલો છે. જેને ગરસોપ્પાની રાણી ચેન્નાભૈરદેવીએ બનાવ્યો છે. તેને રેના દે પિમેંતા પણ કહેવામાં આવે છે. તેનો મતલબ છે કાળી મિર્ચની રાણી. તેમનું નામ કાળી મિર્ચની રાણી એટલે પડ્યું કેમ કે, તે એ જગ્યા પર શાસન કરતા હતા જ્યાં સૌથી વધુ મિર્ચનું ઉત્પાદન થતું હતું.
નવી દિલ્લીમાં ખેર-અલ-મંજિલ મસ્જિદનું નિર્માણ સન 1561માં અકબરની દાઈ મા મહમ અંગાએ કરાવ્યું હતું. મહમ અંગા મુગલ દરબારની સૌથી પ્રભાવશાળી મહિલા હતી જેમને અકબરના બાળપણના સમયે મુગલ સામ્રાજ્ય પર શાસન કર્યું. વિદ્ધાનો મુજબ, આ મસ્જિદનો ઉપયોગ મદરસેના રૂપે પણ કરવામાં આવે છે.