Photos : અઢી એકરમાં બનેલો મુંબઈનો આ બંગલો જિન્નાને પાકિસ્તાન કરતા પણ વધુ પ્રિય હતો

Fri, 21 Dec 2018-4:27 pm,

દક્ષિણ મુંબઈમાં અઢી એકરમાં ફેલાયેલા આ વિશાળ ભવનનું નિર્માણ મોહંમદ અલી જિન્નાએ 1936માં બે લાખ રૂપિયામાં કરાવ્યું હતુ. આ સમગ્ર હાઉસની કામગીરી તેમની દેખરેખ હેઠળ થઈ હતી. તેઓ આ મહેલ જેવા હાઉસમાં 1947 સુધી રહ્યા હતા. અંદાજે ત્રણ દાયકાથી ખાલી આ ભવનની ડિજાઈન વાસ્તુકાર ક્લાઉડ બેટલીએ યુરોપીય શૈલીમાં તૈયાર કરી હતી. જિન્ના હાઉસને બનાવવા માટે ઈટાલીથી ખાસ કારીગરોને ભારત લાવવામાં આવ્યા હતા. બંગલાનું મુખ સમુદ્રની તરફ છે. જિન્ના હાઉસને બનાવવા માટે શાનદાર ઈટાલિયન માર્બલ અને વોલનટ વુડવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ હાલના સમયમાં તેની અનેક દિવાલો જર્જરિત થઈ ગઈ છે. 

માલાબાર હિલમાં ભાઉસાહેબ હીરે માર્ગ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સરકારી નિવાસ વષ્રાની સામે આ બંગલો આવેલો છે. બ્રિટિશ શાસનકાળમાં તે માઉન્ટ પ્લીઝન્ટ રોડ કહેવાતો હતો. સ્વતંત્રતા બાદ બ્રિટિશ ઉચ્ચાયોગના ઉપ ઉચ્ચાયુક્તના નિવાસ તરીકે તેને લીઝ પર આપવામાં આવ્યો હતો, જે 1980ના દાયકાના પ્રારંભ સુધી તેમની પાસે રહ્યો હતો. વર્ષ 1983માં જિન્ના હાઉસને માલિકી વગરની સંપત્તિ જાહેર કરવામાં આવી હતી અને તેની દેખરેખ રાજ્ય લોક નિર્માણ વિભાગને સોંપાઈ હતી. 

ઈતિહાસ પ્રેમીઓએ આ શાનદાર ભવનના સંરક્ષણ માટે હંમેશા અવાજ ઉઠાવ્યો હતો કે, મહાત્મ ગાંધી જિન્ના વાર્તાઓ સહિત અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની સાક્ષી આ હાઉસ રહ્યું છે. જિન્ના હાઉસ પાકિસ્તાનના નિર્માણ માટે મુસ્લિમ લીગના આંદોલનનું કેન્દ્ર હતું. અહીં મુસ્લિમ લીગના નેતાઓ મળતા હતા અને વિચાર-વિમર્શ કરતા હતા. અહીં બેસીને તેઓ બ્રિટિશ સરકારને સમજાવવાની રણનીતિ બનાવતા કે, કેવી રીતે મુસ્લિમોને અલગ રાષ્ટ્રની જરૂર છે. 

ઈતિહાસ પ્રેમીઓએ આ શાનદાર ભવનના સંરક્ષણ માટે હંમેશા અવાજ ઉઠાવ્યો હતો કે, મહાત્મ ગાંધી જિન્ના વાર્તાઓ સહિત અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની સાક્ષી આ હાઉસ રહ્યું છે. જિન્ના હાઉસ પાકિસ્તાનના નિર્માણ માટે મુસ્લિમ લીગના આંદોલનનું કેન્દ્ર હતું. અહીં મુસ્લિમ લીગના નેતાઓ મળતા હતા અને વિચાર-વિમર્શ કરતા હતા. અહીં બેસીને તેઓ બ્રિટિશ સરકારને સમજાવવાની રણનીતિ બનાવતા કે, કેવી રીતે મુસ્લિમોને અલગ રાષ્ટ્રની જરૂર છે. 

જવાહર લાલ નેહરુ અને સુભાષ ચંદ્ર બોઝ પણ આ બંગલામાં મહેમાન રહી ચૂક્યા છે. લોકમાન્ય તિલક સ્વરાજ ભૂમિ ટ્રસ્ટના પ્રકાશ સલીમે કહ્યું કે, વિભાજન બાદ કરાંચી જતા રહેવા છતાં જિન્ના પોતાના આ પ્રિય શહેર મુંબઈમાં આવેલ પોતાના પ્રિય ઘરમાં છેલ્લા દિવસો વિતાવવાની ઈચ્છા પ્રકટ કરી ચૂક્યા છે. જોકે, પાકિસ્તાન બન્યાના થોડા સમયમાં જ તેઓ ગુજરી ગયા હતા. 

જિન્નાહને મુંબઈ શહેરથી બહુ જ પ્રેમ હતો અને તેઓ વિભાજન બાદ પણ પોતાનો સંબંધ મુંબઈ સાથે જાળવી રાખવા માંગતા હતા. જિન્ના મુંબઈમાં જ રહ્યા અને તેમણે અહીં જ પ્રેક્ટિસ કરી. આઝાદી બાદ પંડિત નહેરુ જિન્ના હાઉસને શત્રુ સંપત્તિ જાહેર કરવા નહોતા માંગતા. ત્યારે જિન્નાએ પાકિસ્તાન જઈને નહેરુને પત્ર લખ્યો હતો કે, તેમના આ બંગલાને સુરક્ષિત રાખવામાં આવે. જિન્ના ઈચ્છતા હતા કે, જો આ ઈમારતને કોઈને સોંપવી હોય તો તેને યુરોપીય દૂતાવાસને આપી દેવાય. જેતી તેઓ જ તેની કદર કરી શકે છે. નહેરુએ તેમની વાત માનીને તેમને ત્રણ હજાર માસિક ભાડુ આપવાની ઓફર કરી. દુર્ભાગ્યથી આ કરાર પહેલા જ જિન્નાનું નિધન થયું. જિન્ના હાઉસને 1949માં ખાલી સંપત્તિ જાહેર કરી દીધી છે અને સરકારે તેના પર કબજો લીધો હતો. 

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે અટલ બિહીરી વાજપેયી સામે 2001માં પ્રસ્તાવ મૂક્યો હતો કે, જિન્ના હાઉસને પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસની રૂપમાં ઉપયોગ કરવામાં આવી શકે છે. પરંતુ ભારતે આ ઓફર નકારી કાઢી હતી. જિન્નાની દીકરી દીના વાડીયાએ 2007માં બોમ્બે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે, તેઓ જિન્નાની એકમાત્ર ઉત્તરાધિકારી હોવાને નાતે આ મકાનનો કબજો તેમને મળવો જોઈએ. જોકે, આ નિર્ણય આવે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. તેના બાદ તેમનો દીકરો અને વાડીયા ગ્રૂપના અધ્યક્ષ નુસ્લી વાડિયા આ કેસ લડી રહ્યાં છે. 

તમને જણાઈ દઈએ કે, જિન્નાની દીકરી દીના વાડિયાનો પરિવાર ભારતનો પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવાર છે. દીના વાડિયાના લગ્ન નેવલ વાડિયા સાથે થયા હતા. જેમને સંતાનમાં નસ્લી વાડિયા તરીકે દીકરો થયો. નસ્લી વાડિયા એક મોટી ભારતીય ટેક્સટાઈલ કંપની બોમ્બે ડાઈિંગના ચેરમેન છે તથા મુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ગણાય છે. નસ્લી વાડિયાને નેસ વાડિયા તથા જહાંગીર વાડિયા નામે બે સંતાનો છે. જેમાંથી એક નેસ વાડિયાના સંબંધો એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા સાથે હોવાનું ચર્ચામાં આવ્યું હતું. નેસ વાડિયા બોમ્બે ડાઇંગના વ્યવસ્થા નિર્દેશક તથા કિંગ્સ XI પંજાબ ટીમ ઇંડીયન પ્રિમિયર લીગના સહ માલિક છે. જહાંગીર વાડિયા ગો એરના માલિક છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link