Holashtak 2024: હોળાષ્ટથી કુંભ-કર્ક સહિત આ 5 રાશિઓના શરૂ થશે ખરાબ દિવસો, આર્થિક મામલે ગાભા નિકળી જશે
17 માર્ચથી હોળાષ્ટક શરૂ થશે અને તેના બીજા દિવસે 18 માર્ચે શનિ ઉદય થશે. કુંભ રાશિમાં શનિનો ઉદય મોટી ઘટના છે અને તેની તમામ રાશિઓ પર મોટી અસર પડશે. દરેક જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
હોળાષ્ટકથી પહેલાં 14 માર્ચના રોજ સૂર્ય ગોચર કરીને મીન રાશિમાં સંચરણ કરશે. રાહુ પહેલાંથી જ મીન રાશિમાં બિરાજમાન છે. તેનાથી મીન રાશિમાં સૂર્ય રાહુની યુતિથી ગ્રહણ યોગ બનશે. ગ્રહણ યોગને જ્યોતિષમાં અશુભ યોગ માનવામાં આવે છે.
જેના કારણે 5 રાશિના લોકોને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. શનિ, રાહુ અને સૂર્ય આ રાશિઓને અશુભ પરિણામ આપી શકે છે. તેથી આ રાશિના લોકોએ હોળાષ્ટક દરમિયાન સાવધાન રહેવું પડશે. તમે આ વીકને હેમખેમ રીતે કાઢી નાખો.
આ સમયે મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. જેના કારણે આ 3 રાશિઓ પર શનિ, સૂર્ય અને રાહુની ખરાબ અસર પડશે. આ લોકોને તેમની કારકિર્દીમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય બગડવાની અને આર્થિક નુકસાનની શક્યતા છે. આ રાશિના જાતકોએ આ વિક સાચવવાની જરૂર છે.
તો બીજી તરફ હાલમાં કર્ક અને વૃશ્વિક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. આ જાતકોને પણ હોળાષ્ટક દરમિયાન હાનિના યોગ બની રહ્યા છે. દુર્ઘટના થઇ શકે છે. માન હાનિ થઇ શકે છે. સાથે જ આર્થિક મામલે સાચવીને પગલાં ભરવા પડશે. નહીં તો તમે ભરાઈ જશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)