મથુરા કરતા પણ હટકે હોય છે ડાંગના આદિવાસીઓની હોળી, આ તસવીરો છે પુરાવો
‘શિમગા’ એ હેાળીનુ બીજું નામ છે. પૂનમે હોળી ઉજવ્યા બાદ રંગ પાંચમ સુધી હોળીના ગીતો અને વાદ્યોની મસ્તીમાં જ ડાંગી જનો જોવા મળે છે.
ડાંગી આદિવાસી પ્રજા, દીવાળી પછી કામધંધે લાગે છે. પરંતુ સામાન્યતઃ હોળી પહેલાં દસ દિવસ અગાઉથી તે કામ પર જવાનું બંધ કરી દે છે. આઠમથી તે રંગ પાંચમ સુધી મોટા ભાગના ડાંગીઓ પછી તે પુરૂષ હાય કે સ્ત્રી હોય, ઢોલના તાલ પર નાચતા હોય છે. હેાળીના દિવસે અહીંના લાકો સાંજથી બીજા દિવસ સુધી એટલે કે આખી રાત પણ નાચ્યા જ કરે છે.
ઘર શણગારવું, ગાવું, ખાવુંપીવું અને નાચવું, એજ હોળીનો તહેવાર મનાવવાની રીત. ‘વસંત ઋતુ પૂરી થઇ છે, હવે તું ખેતરનાં કામે લાગી જા' એજ સદેશ ડાંગી આદિવાસીઓને ‘હોળી' આપે છે.
ડાંગ પ્રદેશ જંગલમય વિસ્તાર હેાવાથી અહીં લાકડાંની અછત નથી. એટલે ડાંગના ગામડે ગામડે ઠેર ઠેર મોટી મોટી હોળીઓ પ્રગટાવાય છે. આદિવાસી મુર્હુત જોઈ ને જ હોળી પ્રગટાવે છે. ડાંગીજન આને ‘હોળીબાઈનુ લગ્ન' કહે છે.
હોળી પ્રગટાવતાં પહેલાં ડાંગી સ્ત્રીઓ, ડોંગરીચી માઊલી ડ ડ.. દેવાદારી ઉતરીલ ડ ડ, દેવાદારી ઉતરીલ ડ ડ ડ.. હાળીબાઈય્યા લગ્નાલા ડ ડ, દેવાદારી ઊતરીલ ડ ડ ડ.. કળીયાલા ઊચિત ડ ડ, ખાંભવાલા ઊચિત ડ ડ ડ.. ડોંગરીચી માઊલી ડ ડ.... આ ગીત ગાઈને ડુંગર માવલીને હેાળીબાઈનાં લગ્ન પ્રસંગે હાજર રહેવા વિનંતિ કરે છે. ત્યાર બાદ બધાં જ સ્ત્રી અને પુરુષો એકમેકની કમરમાં હાથ નાંખીને કુંડાળામાં ફરતાં ફરતાં, નાચતાં, ગીતો ગાતાં ગાતાં આખી રાત પસાર કરે છે.
કનચે મહિને ઊનીસે, ફાગુન મહિને ઊનીસે બાઈ ફાગુન મહિને ઊનીસે.. કાય કાય ભેટ લસીલે ?, બાઈ કાય કાય ભેટ લસીલા ? ખાંભ ભેટ લસીલા, બાઈ ખાંભ ભેટ લસીલે..
‘હોળી’ ના ગીતો ખૂબ જ ઓછી સંખ્યામાં છે. જે ગીતો છે, તે ગીતો ડાંગભરમાં એક જ સૂરમાં ગવાય છે.