Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો
ધૂળેટી પર સફેદ કપડાં પહેરવાનું જ ચલણ છે. ધૂળેટી પહેલાં મહિલાઓમાં સફેદ કુર્તી અને પુરુષોમાં પણ સફેદ રંગના કુર્તાની ખરીદદારીનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક યુવતીઓ કુર્તીની સાથે સફેજ રંગનો દુપટ્ટો જ લેવાનું પસંદ કરે છે. તો અનેક કલરફુલ દુપટ્ટો નાંખે છે. આ ઉપરાંત યુવતીઓ અલગ અલગ પેર્ટનના સફેદ કપડાં પહેરવાનું પસંદ કરતી હોય છે.
સફેદ રંગ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આ પર્વ તમામ મતભેદ અને મનભેદ ભૂલીને ગળે લાગવાનો તહેવાર છે. લોકો ભાઈચારા અને માનવતાને દર્શાવવા માટે હોળી પર સફેદ કપડાં પહેરે છે.
શાસ્ત્રો અનુસાર ધૂળેટીનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. હોળી અને ધૂળેટી એમ બે દિવસની ઉજવણી અલગ-અલગ પ્રકારની હોય છે. જેમાં પહેલા દિવસે હોળિકા દહન કરવામાં આવે છે. સત્યનું પ્રતીક છે સફેદ રંગ.
સફેદ રંગ પર દરેક રંગ સારી રીતે ઉભરીને આવે છે. સાથે જ સફેદ રંગ કૂલ અને ક્લાસી લુક આપે છે. ધૂળેટીના દિવસે સફેદ રંગના કપડાંની વાત જ કંઈક અલગ છે.
લુક ઉપરાંત લોકો ધૂળેટીના દિવસે સફેદ રંગના કપડાં એટલે પહેરે છે. કેમ કે ગુલાલનો દરેક રંગ સારી રીતે દેખાય. સફેદ કપડાં એક સફેદ કેન્વાસ જેવા લાગે છે જેના પર અનેક રંગોથી કલાકારી કરવામાં આવી હોય. ધૂળેટીના રંગથી રંગીન બનેલ કપડામાં ફોટો સારા આવે છે. ફોટો કલરફુલ હોય છે. જેને જોઈને મન ખુશ થઈ જાય છે.
વ્હાઈટ કલર હંમેશા એકદમ કૂલ લાગે છે. અને એમાંય જ્યારે હોળીના તહેવારમાં જાત-જાતના રંગો સફેદ રંગ પર પડે ત્યારે એક અનેરો રંગ ઉભરી આવે છે. એ જ કારણ છેકે, હોળીના તહેવારમાં લોકો મોટોભાગે સફેદ રંગના કપડાં પહેરવાનું પસંદ કરતા હોય છે.
Holi Special: ભારતમાં કેવી છે રંગોત્સવની રંગત? જાણો કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવી રીતે ઉજવાય છે હોળી