હાર્ટની બીમારીથી બચવા માટે આ છે સરળ ઉપાય, જાણો એક ક્લિકે...

Mon, 24 Jun 2019-2:05 pm,

મનોવિજ્ઞાન અને સ્વાસ્થ્ય પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, વેકેશનથી મેટાબૉલિઝમ સંબંધીત લક્ષણો ઓછા કરવામાં મદદગાર સાબિત થયા છે. જેના કારણે હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.

અમેરીકામાં સ્થિત સિરેક્યૂઝ વિશ્વવિદ્યાલયના સહાયક પ્રોફેસર બ્રાયસ હ્ય્રૂસ્કાએ કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે જે વ્યક્તિઓએ ગત 12 મહિનામાં ઘણી વખત રજાઓ લીધી છે. તેમનામાં મેટાબૉલિઝમ સિંડ્રોમ અને મેટાબૉલિઝમના લક્ષણોનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, મેટાબૉલિઝમ સિંડ્રોમ હાર્ટની બીમારીઓ માટે જોખમ કારકોને એક સંગ્રહ છે. જો તમારામાં તે વધારે છે તો તેમને હાર્ટની બીમારીઓથી થતા નુકસાનનો ખતરો વધારે રહે છે. આ મહત્વપૂર્ણ છે કે, આપણે વાસ્તવિકમાં એવું જોયું છે કે, મનુષ્ય ઘણી વખત વેકેશન પર જાય છે. ત્યારે મેટાબૉલિઝમ સિંડ્રોમથી તેમને થતી હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો જોવા મળે છે. કેમ કે, મેટાબૉલિઝમ સંબંધિત લક્ષણો પરિવર્તનીય છે એટલે કે, તેને બદલી શકાય છે અથવા તો તેને નષ્ટ કરી શકાય છે. (ઇનપુટ: IANS)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link