Holika Dahan 2024: આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ

Mon, 18 Mar 2024-2:38 pm,

શાસ્ત્રોના અનુસાર લગ્ન બાદ પહેલીવાર સાસરીએ આવેલી નવવધુએ હોલિકા દહન ન જોવું જોઇએ. આ શુભ ગણવામાં આવતું નથી. કહેવામાં અવે છે તેનાથી લગ્નજીવનમાં ઘણા સંકટો આવી શકે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

ગર્ભવતી મહિલાઓએ પણ હોલિકા દહન જોવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હોલિકાની પરિક્રમા કરવું અશુભ ગણવામાં આવે છે. તેનાથી દોષ લાગી શકે છે અને બાળકો પર અશુભ પ્રભાવ પડી શકે છે. જે તેમના જીવનમાં વિઘ્નો ઉત્પન્ન કરી શકે છે. 

શાસ્ત્રોના અનુસાર નવજાત શિશુને પણ હોલિકા દહન બતાવવું ન જોઇએ. આમ કરવાથી તમારા બાળક પર નકારાત્મક અસર પડી શકે છે. નેગેટીવ એનર્જીનો અસર શિશુ પર થઇ શકે છે. કહેવામાં આવે છે કે હોલિકા દહનમાં બધા પોતાની નકારાત્મકતાની આહૂતિ આપવા આવે છે. 

એવું કહેવાય છે કે સાસુ અને વહુએ ક્યારેય એકસાથે હોલિકા દહન ન જોવું જોઈએ. આમ કરવાથી પરસ્પર મતભેદ વધી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. ઘરમાં પરેશાનીઓ વધવાની પણ સંભાવના છે.

જે માતા-પિતાનું એક જ સંતાન હોય તેમણે હોલિકા દહનની અગ્નિ જોવાનું ટાળવું જોઈએ. આને શુભ માનવામાં આવતું નથી. ઘરના કોઈ વડીલ વ્યક્તિએ હોલિકા દહનની પરંપરાઓનું પાલન કરવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link