રાંધણ ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી લેતા હોવ તો ખાસ વાંચો, 1 નવેમ્બરથી લાગુ થશે નવી સિસ્ટમ

Fri, 16 Oct 2020-3:14 pm,

અમારી સહયોગી વેબસાઈટ zeebiz.comમાં સૂત્રોના હવાલે જણાવ્યું છે કે એક નવેમ્બરથી રાંધણ ગેસ સિલિન્ડર(LPG Cylinder)ને મંગાવવાની પદ્ધતિ બદલાઈ જશે. આ પગલું સિલિન્ડરમાંથી ચોરી થતા ગેસ, સિલેન્ડરની ચોરી રોકવા માટે અને યોગ્ય ગ્રાહકની ઓળખ માટે લાગુ થઈ રહી છે. ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે નવી ડિલિવરી સિસ્ટમ(Delivery System) લાગુ કરવાની છે. આ સિસ્ટમમાં હવે માત્ર બુકિંગ કરાવવાથી જ કામ નહીં થાય. 

સૂત્રોનું માનીએ તો ઓઈલ કંપનીઓએ નવી સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ(DAC) સાથે જોડવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં સિલિન્ડરનું બુકિંગ કરાવશો ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ આવશે. આ કોડ સિલિન્ડરની ડિલિવરી વખતે ડિલિવરી બોયને આપવો પડશે. જ્યાં સુધી કોડ નહીં બતાવો ત્યાં સુધી ડિલિવરી પૂરી નહીં થાય અને સ્ટેટસ પેન્ડિંગમાં જ રહેશે. 

જો તમારો મોબાઈલ નંબર ગેસ વિક્રેતા એજન્સી પાસે રજિસ્ટર્ડ નહીં હોય કે બદલાઈ ગયો હશે તો ડિલિવરી સમયે જ તે અપડેટ કરાવી શકશો. આ માટે ડિલિવરી બોયને એક એપની સુવિધા અપાશે. ડિલિવરી વખતે તમે તે એપની મદદથી તમારો મોબાઈલ નંબર ડિલિવરી બોયને અપડેટ કરાવી શકો છો. એપ દ્વારા રિયલ ટાઈમ બેસિસ પર મોબાઈલ નંબર અપડેટ થશે. ત્યારબાદ તે નંબરથી કોડ પણ જનરેટ કરવાની સુવિધા હશે. 

ઓઈલ કંપનીઓ આ નવી ડિલિવરી સિસ્ટમને સૌથી પહેલા 100 સ્માર્ટ સિટીમાં લાગુ કરશે. આ પાયલટ પ્રોજેક્ટ તરીકે રહેશે. ધીરે ધીરે દેશના બીજા ભાગમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હાલ બે શહેરોમાં આ સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલે છે. નવી સિસ્ટમ ફક્ત રાંધણ ગેસ સિલિન્ડર પર જ લાગુ થશે. કોમર્શિયલ સિલિન્ડરને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link