હવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય

Mon, 05 Aug 2024-9:56 am,

ગુજરાત રહેવા માટે બેસ્ટ છે એ સૌ કોઈ જાણે છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ક્રાઈમ રેટ પણ ઓછો છે. અહીં સુખ-શાંતિ અને સલામતીનો અહેસાસ થાય છે. તેથી ગુજરાતમાં ઘર લેવાનું દરેકનું સપનું હોય છે. તમારું પણ આ સપનું હવે સરળતાથી સાકાર થઈ શકે છે. સરકાર તમારા માટે કરી રહી છે ખાસ વિચારણા.

જોકે, જંત્રી વધતાં ઘર ખરીદનાર માટે સ્ટેમ્પ ડ્યૂટી-રજિસ્ટ્રેશન ફીનો ખર્ચ વધ્યો હતો. ૨૦૨૩-૨૪માં સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી સરકારની આવકમાં ૬૦%નો વધારો થયો હતો. સરકારને એક વર્ષના ગાળામાં આ બંનેમાં રૂ. ૧૩,૭૩૧ કરોડની આવક થઈ હતી. હવે નિયમોમાં થઈ શકે છે મોટો બદલાવ.  

ગુજરાતમાં હવે ઘર થઈ શકે છે સસ્તા. જીહાં, જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોની વ્યથા દૂર કરવા ગુજરાત સરકાર લઈ શકે છે મોટો નિર્ણય. સરકારના આ નિર્ણયથી દરેકને મળી શકે છે ઘરનું ઘર. મોંઘવારીના જમાનામાં પણ ઘર તમને નહીં પડે મોંઘું.   

ગત વર્ષે એપ્રિલમાં ગુજરાત સરકારે જંત્રીના દર બમણા કર્યા હતા તેના કારણે આ બંનેમાં પણ વધારો થયો હતો અને તેના કારણે નવું ઘર ખરીદતા લોકો ઉપર ભારણ પણ વધ્યું હતું.

રિયલ એસ્ટેટ સેક્ટર ઘણા સમયથી સ્ટેમ્પ ડયૂટીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવા માગણી કરી રહ્યું છે. ખાસ કરીને રૂ. ૭૫ લાખ સુધીના મકાનો માટે - સ્ટેમ્પ ડ્યૂટી અડધી કરવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.

નવું મકાન કે કોમર્શિયલ પ્રોપર્ટીની ખરીદી પર લાગતી સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફ્રીના કારણે ખર્ચ વધી જતો હોય છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં રાજ્યોને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાનું સૂચવ્યું હતું. 

આ ઉપરાંત રિયલ એસ્ટેટ ઉદ્યોગ તરફથી પણ ઘણા સમયથી આમાં ઘટાડો કરવા અંગે માગ કરવામાં આવતી હતી. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે. સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવા ગુજરાત સરકારની વિચારણા, મકાન ખરીદનારને થશે લાભ...

ગુજરાતમાં પ્રોપર્ટીના ખરીદ-વેચાણ પર ૪.૯% સ્ટેમ્પ ડ્યૂટી અને તેના પર વધારાની ૧% રજિસ્ટ્રેશન ફી લેવામાં આવે છે. 

ભારત સરકારના સૂચન બાદ ગુજરાત સરકાર લોકો પર નાણાકીય બોજ ઘટાડવા રજિસ્ટ્રેશન ફ્રી તથા સ્ટેમ્પ ડ્યૂટીના દરમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. આ માટે રેવન્યૂ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કેટલો ઘટાડો કરી શકાય તેનો અભ્યાસ કરી રહ્યા છે. બે મહિનાની અંદર તેના વિશે કોઈ જાહેરાત થાય તેવી શક્યતા છે. 

એમાંય જો તમે ગુજરાતમાં મકાનની ખરીદી મહિલાના નામે કરો છે તો રજિસ્ટ્રેશન ફી લાગતી નથી. જેને કારણે તમને આ મુદ્દે પણ એક મોટો ફાયદો થાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link