વંદાની આખી ફોજ ઘરમાં ઘુસી ગઈ છે, વંદાને ભગાડવા અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપાયો
વંદો ઘરમાં ઘણો આતંક મચાવે છે અને તે ઘણી ગંદકી પણ ફેલાવે છે. તેમની ફેલાતી ગંદકીને કારણે તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે તમે તેમના આતંકને કાયમ માટે કેવી રીતે ખતમ કરી શકો છો. તેમને ઘરથી દૂર કરવા માટે તમારે ખાવાનો સોડા અને ખાંડ મિક્સ કરીને ઘરના દરેક ખૂણામાં છાંટી દેવું જોઈએ, તેનાથી તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો.
લીમડાના પત્તાનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાંથી વંદા ભગાડી શકો છો. લીમડાને પીસીને તેનું સોલ્યુશન બનાવો અને તેને સ્પ્રે બોટલમાં ભરી લો અને તેને વંદોની જગ્યા પર સ્પ્રે કરો.
તેજ પત્તાના ટુકડા કરીને પણ ખૂણે ખૂણે મુકી દેવાથી વાંદા એની સ્મેલથી જ ભાગી જતા હોય છે.
કાળા મરી, ડુંગળી અને લસણની બરાબર પેસ્ટ બનાવીને જ્યાં વંદા આવતા હોય એવી જગ્યાએ પાણી મિક્સ કરીને આ મિશ્રણનો છંટકાવ કરી દો નહીં દેખાય પછી એક પણ વંદો.
કેરોસીનની વાંસ આવતાની સાથે જ વાંદા દૂર ભાગી જાય છે. તમે કેરોસીનવાળુ કપડું કરીને ખૂણામાં મુકી રાખશે તો નહીં દેખાય એક પણ વંદો.