Skin Care: શરીર પરના અણગમતા મસા 7 દિવસમાં નીકળી જશે, નિયમિત લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુ
વિનેગરની મદદથી મસાને દૂર કરી શકાય છે. તેના માટે એક ચમચી વિનેગરમાં એક ચમચી પાણી મિક્સ કરી મસો હોય તે જગ્યાએ નિયમિત થોડીવાર મસાજ કરવી.
સંતરાની છાલને મોટાભાગના લોકો કચરો સમજી ફેંકી દેતા હોય છે પરંતુ જો તમને મસા હોય તો સંતરાની છાલને સાચવી રાખવી. સંતરાની છાલથી મસા પર થોડીવાર નિયમિત મસાજ કરશો તો ધીરે-ધીરે મસા નીકળી જશે.
લસણનો ઉપયોગ કરીને પણ મસા સહિતની ત્વચાની સમસ્યા દૂર કરી શકાય છે. લસણની પેસ્ટ બનાવીને નિયમિત મુસાફર થોડીવાર રગડવી જોઈએ ત્યાર પછી નોર્મલ પાણીથી સ્કીન સાફ કરી લેવી.
અનાનસ બ્રોમેલેનથી ભરપૂર હોય છે. તેનાથી ડેડ સ્કીન અને ડેમેજ સ્કીન સેલ્સ પણ દૂર થાય છે. અનાનસનો રસ કાઢીને મસા પર 10 મિનિટ માટે લગાડવો. નિયમિત આ કામ કરશો એટલે મસા દૂર કરવામાં સરળતા રહેશે.
કેળાની છાલથી પણ મસાને દૂર કરી શકાય છે. કેળાની છાલમાં સંક્રમણ સામે લડવાના ગુણ હોય છે. કેળાની છાલનો ટુકડો લઈ મસા હોય તે જગ્યાએ રોજ થોડીવાર માલીશ કરવી. ગણતરીના દિવસોમાં જ મસા નીકળી જશે.