Self Care: ગરમીના દિવસોમાં પ્રાઈવેટ પાર્ટમાંથી આવતી દુર્ગંધને દુર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
પ્રાઇવેટ પાર્ટની બેડ સ્મેલને દૂર કરવા માટે લવિંગનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બે લવિંગને પાણીમાં સારી રીતે ઉકાળો અને પાણીને ઠંડું કરી લો. નહાવા જાઓ ત્યારે આ પાણીથી પ્રાઇવેટ પાર્ટ સાફ કરો. દિવસમાં બે વખત આ કામ કરશો તો બેડ સ્મેલ નહીં આવે.
નાળિયેરનું તેલ નેચરલ એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણ ધરાવે છે. તેનાથી યોનીની આસપાસ બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન વધતું પણ અટકે છે. નાળિયેર તેલ રૂમાં લગાડી યોનીની બહારના ભાગમાં લગાડી શકાય છે.
પ્રાઇવેટ પાર્ટમાંથી આવતી બેડ સ્મેલથી છુટકારો મેળવવા માટે ચપટી બેકિંગ સોડાને હૂંફાળા પાણીમાં મિક્સ કરો અને તેનાથી પ્રાઇવેટ પાર્ટ સાફ કરો. આ પાણી ઇન્ટર્નલ યુઝ માટે નથી. તમે ફક્ત બહારની ત્વચા સાફ કરી શકો છો.
એપલ સાઇડર વિનેગર પણ પીએચ બેલેન્સ કરવામાં મદદ કરે છે. તેનાથી ફંગલ ઇન્ફેક્શન અટકે છે. તેના માટે એક ચમચી વિનેગરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને તેનાથી યોનીની બહારનો ભાગ સાફ કરો. અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકાય છે નિયમિત તેનો ઉપયોગ કરવો નહીં.