Monsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાય
વરસાદી વાતાવરણમાં જીવજંતુઓને દૂર કરવા હોય તો લીમડાનું તેલ અસરદાર ઉપાય સાબિત થાય છે. પાંખવાડા જીવજંતુઓથી ઘરને સુરક્ષિત રાખવું હોય તો ઘરમાં લાઈટ પાસે અને બારી દરવાજા પાસે લીમડાના તેલનો છંટકાવ કરી દો. લીમડાનું તેલ છોડમાં પણ છાંટી શકાય છે.
વરસાદી વાતાવરણમાં ઉડતા જીવજંતુ લાઈટ તરફ આકર્ષિત થાય છે. જો તમે ઘરના કાચના બારી દરવાજામાં કાળી ફિલ્મ લગાડી દેશો તો આ જીવજંતુ ઘરમાં આવશે નહીં. જે ડરના માર્યા દૂર ભાગી જશે.
આ સૌથી સસ્તો અને અસરદાર ઉપાય છે. ઘરમાં પાંખવાળા જીવજંતુઓને આવતા અટકાવવા હોય તો મરીનો પાવડર કરી તેને પાણીમાં મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. હવે જ્યાં જેવું જંતુ આવતા હોય તે જગ્યાએ આ સ્પ્રે છાંટી દો.
પાંખવાડા જીવજંતુઓને ભગાડવા માટે લીંબુ અને બેકિંગ સોડાનું મિશ્રણ બનાવીને સ્પ્રે બોટલમાં ભરી લેવું. આ મિશ્રણને ફૂલ છોડમાં અને ઘરના ખૂણામાં છાંટી દેવાથી જીવજંતુઓ નહીં આવે. વરસાદી વાતાવરણમાં રાતના સમયે જો બારી, દરવાજા ખુલ્લા રહી જાય તો ઘરમાં આ જીવજંતુઓ ઘૂસી જતા હોય છે. આવા જીવજંતુ લાઈટ તરફ આકર્ષિત થાય છે.