Glowing Skin: ઉનાળામાં ચહેરાની ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ ઉપાય
ઉનાળામાં ત્વચાની સંભાળ લેવા માટે દહીં અને ચણાનો લોટ સૌથી બેસ્ટ છે. આ બંને વસ્તુ ઘરના રસોડામાં સરળતા થી ઉપલબ્ધ હોય છે. આ વસ્તુઓ સનબર્ન જેવી સમસ્યાને દૂર કરે છે. ચણાના લોટમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવી ચહેરા તેમજ ગરદન પર લગાડવી જોઈએ. 10 થી 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લેવો. અઠવાડિયામાં બે વખત આ ફેસપેક નો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર બને છે.
ટમેટાનો ફેસપેક પણ ચહેરાના ડાઘ ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરાની ગંદકીને સાફ કરવા માટે ટામેટાની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડી શકો છો. આ પેસ્ટ સુકાઈ જાય પછી હળવા હાથે મસાજ કરી તેને સાફ કરી લો. તેને ચહેરા પર લગાડવાથી ત્વચા પરના ડાઘ અને ડેડસ્કેન દૂર થઈ જાય છે..
કેળા અને મધ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પર જામેલી ગંદકી દૂર થઈ જાય છે. તેના માટે પાકેલા કેળાની પેસ્ટ બનાવી તેમાં થોડું મધ ઉમેરી 20 થી 25 મિનિટ માટે ચહેરા પર લગાડો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો.
એલોવેરા અને મધ પણ ત્વચા માટે ફાયદાકારક છે. એલોવેરા અને મધને મિક્સ કરીને તેને ચહેરા પર સારી રીતે લગાડો.. દસ મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરી લો . એલોવેરા અને મધને ચહેરા પર લગાડવાથી ડ્રાઇનેસ દૂર થાય છે.