નવસારી : આ સમૃદ્ઘ ખેડૂત મધ ઉછેર કેન્દ્રથી આવક મેળવવાની સાથે રોજગારી પણ આપે છે

Mon, 23 Sep 2019-10:51 am,

ચીખલી તાલુકાના સોલધરા ગામે રહેતા અશોકભાઈ પટેલ પ્રકૃતિ પ્રેમી છે. જેઓએ મધમાખીને બોક્સમાં રાખી શકાય તેવુ સાંભળ્યુ અને ત્યારથી તેમણે મધમાખી ઉછેરનું સપનુ જોયું હતું. તેમના એક મિત્ર પાસેથી તેમણે મધમાખી ઉછેરનો વ્યવસાય શીખી લીધો. વર્ષ 2008-09માં 5૦ બોક્સથી તેમણે મધમાખી ઉછેરનો વ્યવસાય ચાલુ કર્યો હતો. મધમાખી ઉછેર માટે તેમણે અનેક રાજ્યોમાં ફુલ માટે ફરવુ પડતુ હોય છે. 

મધમાખીને બોક્સમાં રાખવામાં આવે છે. એક મહિના બાદ તેમાં મધ જોવા મળે છે. પ્રાકૃતિક રીતે ઉછેરવામાં આવેલ આ મધ એકદમ શુદ્ધ અને ચોખ્ખુ હોય છે.

મધમાખીના પ્રકાર વિશે અશોકભાઈ કહે છે કે, ગુજરાતમાં ચાર થી પાંચ પ્રકારની મધમાખી હોય છે. જેમાં કેટલીક મધમાખી ખતરનાક હોય છે. જે સાપ કરતા પણ ખતરનાક દંખ મારે છે. જેનાથી માણસનું મૃત્યુ થાય છે. મધમાખી પાણીની ટાંક, લાકડા પર મધમાખી, દેશીમધ માખી જેવી અનેક મધમાખીઓ હોય છે. ગુજરાતમાં રાઈના ફુલોમાંથી, તલના ફુલોમાંથી, બાવળના ફુલોમાંથી એમ અનેક પ્રકારના મધ બનાવવામાં આવે છે. ગુજરાતમાં અનેક પ્રકારના ફૂલ હોવાથી અહી મધ મેળવવુ ખૂબ જ આસાન છે.

બીજી તરફ, મધમાખી ઉછેર લોકોને રોજગારી પૂરુ પાડવા માટેનું પણ ઉત્તમ સાધન છે. આ વ્યવસાય થકી અશોકભાઈ પટેલ હાલ ૩૦ લોકોને રોજગારી પૂરી પાડે છે. મધમાખીના વ્યવસાયમાં એક બોક્સ પાછળ ૧૦૦ થી ૧૨૦ રૂપિયાનો ખર્ચ થાય છે. જોકે તેની સામે ૩૦૦ રૂપિયાનુ કિલો મધ વેચાતા આવક બમણી થાય છે. આ વ્યવસાય પાછળ એક બોક્સ પાછળ વાર્ષિક ૪૦૦૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ છે. તો આવક 8૦૦૦ રૂપિયા જેટલી થાય છે. મધમાખી ઉછેર થકી અશોકભાઈ વર્ષે લાખો રૂપિયાનો કમાઈને પગભર બન્યા છે. તેમનો પરિવાર પણ આ કામમાં તેમને સાથ આપે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link