Honey with Black Pepper: મધમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી ખાશો તો આ 5 બીમારી મટી જશે દવા વિના
શરદી અને ઉધરસની સમસ્યાથી દવા વિના રાહત મેળવવી હોય તો મધમા કાળા મરીનો પાવડર ઉમેરી તેને ચાટી જવાનું રાખો. આ મિશ્રણ શરદી મટાડે છે અને ઉધરસ ના કારણે થતી તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે.
મધ અને કાળા મરીનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેનાથી આંતરડામાં ગુડ બેક્ટેરિયા વધે છે અને પાચન ક્રિયા સુધરે છે. આ વસ્તુનો નિયમિત રીતે સેવન કરવાથી ગેસ, કબજિયાત, અપચો મટે છે.
મધમાં કાળા મરી મિક્સ કરીને ખાવાનું રાખશો તો વજન ઘટાડવામાં પણ મદદ મળશે. આ બંને વસ્તુનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરમાં જામેલી ચરબી ઝડપથી ઓગળે છે. તેના માટે હૂંફાળા પાણીમાં મધ અને મરી પાવડર ઉમેરી પીવાનું રાખો.
મધ અને કાળા મરીનું સેવન કરવાથી શરીરના સોજાની સમસ્યા દૂર થાય છે. આ બંને વસ્તુમાં એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણ હોય છે જે સોજા ને ઝડપથી ઓછા કરવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી સાંધાના દુખાવા અને ગઠીયા ની સમસ્યામાં પણ રાહત થાય છે.
મધ અને કાળા મરીનું સેવન હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો નિયમિત મરી અને મધનું સેવન કરવું. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને બ્લોકેજની સમસ્યા ઓછી થાય છે.