12 મહિના બાદ મીન રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, 2025માં રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કરિયર-કારોબારમાં થશે પ્રગતિ
નવગ્રહમાં બુધ અને શુક્રને ખુબ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને વેપાર, બુદ્ધિ, એકાગ્રતા, બૌદ્ધિક ક્ષમતા વગેરેનો કારક માનવામાં આવે છે તો શુક્રને ધન-વૈભવ, સુખ-સમૃદ્ધિ, પ્રેમ, આકર્ષણ, માન-સન્માન વગેરેનો કારક માનવામાં આવે છે. તેવામાં જો બુધ અને શુક્રની યુતિ થાય તો લક્ષ્મી નારાયણ રાજયોગ જેવા યોગનું નિર્માણ થાય છે, જેનાથી દરેક જાતકોને લાભ મળે છે. મહત્વનું છે કે બંને ગ્રહ દર મહિને રાશિ પરિવર્તન કરે છે, જેની અસર દરેક લોકો પર પડે છે. નવા વર્ષ 2025ની વાત કરીએ તો બંને ગ્રહ રાશિ પરિવર્તન કરશે અને મીન રાશિમાં બંનેની યુતિ થશે. તેવામાં આશરે એક વર્ષ બાદ લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થવાનું છે. તેવામાં કેટલાક જાતકોને બમ્પર લાભ મળી શકે છે. આવો જાણીએ લક્ષ્મી નારાયણ યોગ બનવાથી કયા જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
દ્રિક પંચાગ અનુસાર દૈત્યોના ગુરૂ શુક્ર 28 જાન્યુઆરીએ મીન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં 31 મે સુધી રહેવાના છે. તો ગ્રહોના રાજકુમાર બુધ 27 ફેબ્રુઆરીએ રાત્રે 11 કલાક 46 મિનિટ પર આ રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. બુધના મેષ રાશિમાં 7 મેએ જવાથી આ શક્તિશાળી રાજયોગ સમાપ્ત થશે.
આ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ બારમાં ભાવમાં થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકો પર શુક્ર અને બુધની વિશેષ કૃપા થઈ શકે છે. લક્ષ્મી નારાયણ યોગ બનવાથી આ રાશિના જાતકોની સુખ-સુવિધામાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ સાથે પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. માન-સન્માનમાં વધારો થશે. રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં કરી શકો છો. કરિયરના ક્ષેત્રમાં પણ લાભ મળી શકે છે. વેપારમાં પણ તમે રણનીતિ દ્વારા સારી કમાણી કરી શકો છો. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ રહેશે. તેવામાં તમે ધાર્મિક યાત્રાઓમાં ભાગ લઈ શકો છો. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સાથે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે.
આ રાશિમાં બુધ અને શુક્રની યુતિ દસમાં ભાવમાં થવાની છે. તેવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. તમે કામના સિલસિલામાં યાત્રા કરી શકો છો, જેનાથી તમને ખુબ લાભ મળશે. કરિયરના ક્ષેત્રમાં પણ લાભ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આ સાથે તમે મહેનત અને લગનથી વિદેશમાં નોકરી મેળવી શકો છે. તમને વેપારમાં પણ લાભ થશે. તમે નવા લોકોના સંપર્કમાં આવશો જેનાથી તમને ધંધામાં ફાયદો થશે. આ રાશિના જાતકો સારી કમાણી કરવામાં સફળ થઈ શકે છે. તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે તમે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો.
આ રાશિના લગ્ન ભાવમાં બુધ અને શુક્રની યુતિ થઈ રહી છે. જેનાથી લક્ષ્મી નારાયણ યોગ આ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. આ સાથે સંપત્તિ, ઘરમાં રોકાણ કરવાથી તમને લાભ મળી શકે છે. વેપારમાં પણ સમય સારો રહેશે અને તમને લાભ થશે. નોકરી કરનાર જાતકોને નવી તક મળી શકે છે. તમારા પગારમાં વધારા સાથે તમને ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. બિઝનેસ પાર્ટનરનો સહયોગ મળશે. આ સાથે તમારા માન-સન્માનમાં વધારો થશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.