12 વર્ષ બાદ ગુરૂ કરશે બુધના ઘરમાં પ્રવેશ, આ જાતકોને થશે જબરદસ્ત લાભ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગ
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ ગ્રહને સમૃદ્ધિ, જ્ઞાન, એશ્વર્ય, ગુરૂ અને આધ્યાત્મનો કારક માનવામાં આવે છે. સાથે શનિ દેવ બાદ ગુરૂ ગ્રહ સૌથી ધીમી ગતિથી ગોચર કરે છે. તમને જણાવી દઈએ કે ગુરૂ બૃહસ્પતિ અત્યારે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે અને વર્ષ 2025ની શરૂઆતમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે બુધના ઘરમાં પ્રવેશ કરશે. જેની અસર દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકોની કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તમારા લોકો માટે ગુરૂ ગ્રહનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી નવમ ભાવમાં ગોચર કરી રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. તો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. અભ્યાસમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. ઉર્જાનું સ્તર વધશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ દરમિયાન તમારા અટવાયેલા કામ થવા લાગશે.
ગુરૂ ગ્રહનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ફળયાદી રહેશે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવ પર સંચરણ કરવાના છે. તેથી આ દરમિયાન તમને ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. સાથે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ગુરૂ તમારી માટે ધન આગમનને સરળ બનાવશે. તમારા વેપારનો વિસ્તાર થશે. આવકમાં જોરદાર વૃદ્ધિનો યોગ છે. નોકરીમાં પગાર વધારા સાથે પ્રમોશનનો યોગ બનશે. સાથે ગુરૂ તમારી રાશિથી નવમ અને બારમાં ભાવનો સ્વામી છે. તેથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ દરમિયાન તમે બચત કરવામાં પણ સફળ રહેશો. સાથે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે.
મિન રાશિના જાતકો માટે ગુરૂનું ગોચર ભાગ્યશાળી સાબિત થશે. કારણ કે ગુરૂ બૃહસ્પતિ તમારી ગોચર કુંડળીથી ચોથા ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તમારી સુખ-સુવિધામાં વધારો થશે. સાથે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આ દરમિયાન તમને વાહન અને સંપત્તિનું સુખ પ્રાપ્ત થશે. આ સમયે તમારા માતા સાથે સંબંધ સારો રહેશે. કારોબાર માટે કરેલી યાત્રાઓ લાભદાયક રહેશે. નવા વ્યાપારિક સંબંધ બનવાથી બિઝનેસ પર સારી અસર થશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.