Surya Shani Yuti 2025: કુંભ રાશિમાં બનશે શનિ-સૂર્યની યુતિ, આ જાતકો માટે શરૂ થશે મુશ્કેલ સમય
Sun saturn conjunction in aquarius 2025: ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ એક ચોક્કસ સમયમાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોમાં શનિને સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષમાં શનિ-સૂર્યની ચાલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ-સૂર્ય વચ્ચે પુત્ર-પિતાનો સંબંધ છે. આ બંને ગ્રહ આપસમાં શત્રુતાનો ભાવ રાખે છે. આ સમયે શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે. 12 ફેબ્રુઆરીએ સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરશે. તેવામાં કુંભ રાશિમાં સૂર્ય-શનિની યુતિ બનશે. આ બંને ગ્રહોની યુતિની કેટલાક જાતકો પર નકારાત્મક અસર પડશે. જાણો કુંભ રાશિમાં સૂર્ય-શનિની યુતિ કયા જાતકોને પરેશાન કરશે.
મેષ રાશિના જાતકો માટે સૂર્ય-શનિની યુતિ નકારાત્મક પ્રભાવવાળી બની શકે છે. આ સમયમાં તમે આર્થિક જોખમ લેવાથી બચો. રોકાણ કરવાથી બચવું જોઈએ. પૈસાની લેતીદેતી સમજી વિચારી કરો, બાકી આર્થિક નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પારિવારિક જીવનમાં અણબનાવથી બચો.
તુલા રાશિના જાતકો માટે શનિ-સૂર્યની યુતિ કષ્ટકારી રહી શકે છે. આ યુતિના પ્રભાવથી તુલા રાશિના જાતકોના લગ્ન જીવનમાં મુશ્કેલી આવી શકે છે. આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. વાણીમાં મધુરતા રાખો, બાકી જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. વેપારીઓને નુકસાન થઈ શકે છે.
શનિ-સૂર્યની યુતિ કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે નહીં. આ દરમિયાન તમારે સંપત્તિ સાથે જોડાયેલા વિવાદનો સામનો કરવો પડી શકે છે, જમીન, ભવન કે વાહનની ખરીદીમાં અડચણનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મામલામાં વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.