ઈડર-હિંમતનગર હાઈવે બન્યો લોહિયાળ : એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો
સાબરકાંઠા ઈડર-હિંમતનગર હાઈવે પર ગત રાત્રિના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. ઈડર-હિંમતનગર રોડ પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માતમાં કારમાં સવાર પરિવારને કાળ ભરખી ગયો. એક જ પરિવારના એક બાળક સહીત 5 લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા છે. તો ચાર લોકો ઘાયલ થયા છે.
હિંમતનગર થી નેત્રામલી જતી કારને અકસ્માત સર્જાયો હતો. ડાઈવર્ઝન રોડ પર કાર સામે પથ્થર ભરેલું ડમ્પર ટકરાયું હતું. તો બીજી તરફ નેત્રામલીના જરીવાલા પરિવાર હિંમતનગરથી ઘરે આવતો હતો.
અકસ્માત બાદ લોકોના ટોળા જામ્યા હતા, તો ટ્રાફિક જામ સર્જાયો હતો. જાદર પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકોમાં બે નાની માસૂમ બાળકીઓ પણ સામેલ છે. પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારનાં 5 સભ્યોનાં મોત બાદ નેત્રામલી ગામ હિબકે ચડ્યું છે.
પરિવારનાં સભ્યો મોડી રાતે કાર મારફતે હિંમતનગર (Himmatnagar) તરફ જઈ રહ્યો હતો ત્યારે ભેટાલી પાસે તેમની કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો
મૂળ સાબરકાંઠાના (Sabarkantha) ઈડરના નેત્રામલીનો (Netramali) અને હાલ મુંબઈ (Mumbai) ખાતે રહેતો જરીવાળા પરિવાર રજાઓમાં વતન આવ્યો હતો.
સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.