Horror Thriller & Mystery Film Web Series: આ છે બેસ્ટ સસ્પેંસ, હોરર-થ્રિલર વેબ સીરીઝ અને ફિલ્મો, અહીં જુઓ ફ્રીમાં
જો તમે હોરર ફિલ્મ શોધી રહ્યા છો, તો એરિકા ફર્નાન્ડિસની આ ફિલ્મ 'ધ હોન્ટિંગ' (The Haunting) તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આરિયા એટલે કે મૌસુમી પર તેના મિત્રની હત્યાનો આરોપ છે. પરંતુ તેણી કહે છે કે આ હત્યા તેણીએ નહીં પરંતુ કોઈ સ્પિરિટ દ્વારા કરવામાં આવી છે.
શ્વેતા બાસુ પ્રસાદની ફિલ્મ 'યાત્રી કૃપિયા ધ્યાન દે' (Yatri Kripya Dhyan De) પણ એક સરસ હોરર ફિલ્મ છે. આ ફિલ્મ પણ હોરર અને સસ્પેન્સથી ભરપૂર છે. તમે તેને એમેઝોન મિની ટીવી પર ફ્રીમાં પણ જોઈ શકો છો.
સુનીલ શેટ્ટીની ફિલ્મ 'હન્ટર' (Hunter) પણ સસ્પેન્સ અને મિસ્ટ્રીથી ભરેલી છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી ઉપરાંત એશા દેઓલ, બરખા બિષ્ટ અને રાહુલ દેવ છે. તમને જણાવી દઈએ કે, બરખા બિષ્ટે તાજેતરમાં જ પતિ ઈન્દ્રનીલથી છૂટાછેડા લીધાનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહી છે. જોકે છૂટાછેડાનું કારણ જણાવવામાં આવ્યું નથી.
જો તમે સસ્પેન્સ અને રહસ્યથી ભરેલી બીજી ફિલ્મ શોધી રહ્યા છો, તો 'ડ્યૂડ સીઝન 2' (Dude Season 2) તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. તેમાં અંબરીશ વર્મા, અપૂર્વ અરોરા અને છોટે મિયા મુખ્ય ભૂમિકામાં છે.