ઝટપટ તૈયાર થતાં આ હોટ સૂપ કડકડતી ઠંડીમાં આપશે ગરમાવો

Sun, 03 Jan 2021-5:26 pm,

એક કઢાઈમાં થોડુ બટર અથવા તેલ નાખવું, ગરમ થાય એટલે નાનો તજનો ટુકડ અને 2-3 આખા લવિંગ નાખી દેવા, બાદમાં લસણની 3-4 કળી જીણી સમારેલી નાખી દેવી અને તમામને મિશ્રણ કરી થોડું સાતળવું. તેમાં જીણી સમારેલી સૂકી ડુંગળી નાખી દેવી થોડું બ્રાઉન થવા દેવુ, બાદમાં એક બાઉલ પાલક અને ઉપરથી જરૂરિયાત મુજબનું મીઠું નાખવુ અને ધીમા તાપે ચઢવા દેવું. પાલક યોગ્ય બફાઈ જાય એટલે તેને થોડા ઠંડા થવા દઈ મિક્સર જારમાં નાખી ગ્રેવી બનાવી દેવી. આ ગ્રેવી થઈ જાય એટલે કઢાઈમાં નાખી ધીમા તાપે થવા દેવું. યોગ્ય ઉકળી જાય એટલે મીઠું, બ્લેક મરી, અને કોર્નફ્લોરમાં પાણી મિક્સ કરી તે પણ નાખી દેવું. પાલકનો તૂરો સ્વાદ દૂર કરવા માટે દૂધ નાખવું અને 1 મિનિટ ઉકળવા દેવું. બાદમાં એક ચમચી ક્રીમ નાખી દેવી. થોડી વાર ફરી હલાવી સૂપને ઉકળવા દેવો. બાદમાં બાઉલમાં નાખી ફ્રેશ ક્રીમ અને ફૂદીના 1-2 પાંદડાથી ગાર્નિશિંગ કરવું તૈયાર છે તમારો ફ્રેશ અને હોટલ જેવો પાલકનો સૂપ.  

એક કઢાઈમાં નાની ચમચી બટર અથવા તેલ નાખી તેને ગરમ થવા દેવુ. બાદમાં ત્રણ ચમચી બારીક કાપેલું લસણ, 2 ઈંચ આદુનો ટુકડો લઈ તેને જીણું કાપવું, 1/4 કપ જીણું કાપેલું ગાજર, 1/4 કપ લીલી ડુંગળી જીણી કાપેલી, 1/4 કપ શીમલા મિર્ચ, 1/4 કપ કોબીજ જીણી સમારેલી, 1/4 કપ મશરુમ, 1/4 સૂકી ડુંગળી જીણી કાપેલી, 1/4 કપ અમેરિકન મકાઈ આ તમામ સામગ્રીને બટર કે તેલ નાખેલી કઢાઈમાં નાખવાની છે. સૌથી પહેલા લસણ અને આદુના કટકાને નાખવા, 10 સેકન્ડ સાંતળવું ત્યારબાદ અન્ય વેજીટેબલને કઢાઈમાં નાખી તેમાં માપ મુજબ 1 કે 2 કપ પાણી નાખવું અને 2-3 મિનિટ યોગ્ય રીતે ઉકળવા દેવું. તેમાં 1 ચમચી વિનેગર નાખવુ, મરીનો ભૂક્કો થોડો જરૂરિયાત મુજબ નાખવો. કોર્નફ્લોરમાં થોડુ પાણી નાખી કઢાઈમાં નાખી મિક્સ કરવું. હવે 2-3 મિનિટ તમામ મિશ્રણને હલાવતા રહેતું. હવે વેજીટેબલ સૂપ રેડી થઈ ગયો છે તેને નાના બાઉલમાં કાઢી કોથમીર અને લીંબુ નાખીને ગરમા ગરમ સર્વ કરવો.

કઢાઈમાં થોડું બટર ગરમ કરો. તેમાં તેજપત્તા, 4 લવિંગ અને તજનો ટુકડો નાખો. બટરમાં ધીમા તાપે આ ત્રણેય વસ્તુઓને સાંતળી લો. તેમાં 2 ચમચી જીણું સમારેલું લસણ નાંખો. સાથે જ જીણી સમારેલી ડુંગળી નાખો. તેમાં 500 ગ્રામ ટામેટા સમારીને નાંખી દો. જરૂરિયાત મુજબ મીઠું નાખો. આ તમામ સામગ્રીને મિક્સ કરી ધીમા તાપે ચઢવા દો. કઢાઈને પાંચ મીનિટ ઢાંકી રાખો. બરાબર પાકી જાય તો થોડી વાર ઠંડુ થવા દઈ ટામેટાંને મિક્સી જારમાં નાંખી લિક્વીડ કરી દો. બીજી એક કઢાઈ લો તેમાં ટામેટાંની પ્યોરી નાખો. ગેસ ધીમા તાપે થવા દો. ટામેટાંની પ્યોરી જાડી હોય તો તેમાં પાણી નાખી પાતળુ કરો. મીઠું. થોડી ખાંડ અને મરીનો પાવડર નાંખી સૂપને એક રસ થવા દો. 1 ચમચી કોર્નફ્લોર લઈ તેમાં પાણી મિક્સ કરી પાણી બનાવો અને આ સૂપમાં નાંખી દો. સૂપને બાઉલમાં નાખી તેને ક્રીમ, તળેલી અથવા સૂકવેલી બ્રેડના કટકા અને કોથમીરથી ગાર્નિશ કરો અને ગરમાગરમ સર્વ કરો.  

સૌથી પહેલા અડધો કપ કાચી મકાઈના દાણા લઈ મિક્સર જારમાં નાખવું તેમાં 1/4 કપ પાણી નાખી અધકચરો ભૂક્કો કરવો. ગેસ ઓન કરી કઢાઈમાં થોડુ બટર અથવા તેલ નાખવું. બાદમાં 2 ઈંચ આદુના કટકાને બારીક કાપી લેવો, 4 લસણની કળીને બારિક કાપવી, 1/4 કપ ગાજરના જીણા ટુકડા, 1/4 કપ લીલી અને 1/4 કપ સકી ડુંગળી બારિક કાપેલી, 1/4 કપ મશરુમ અને 1/4 કપ સ્વીટ કોર્ન લઈ તમામ સામગ્રીને કઢાઈમાં નાખી 1-2 મિનિટ સાંતળવું. (સૌથી પહેલા લસણ અને આદુના જીણા કટકા નાખવા. યોગ્ય સાંતળી જાય એટલે મકાઈની ગ્રેવીને કઢાઈમાં નાખવી 2 મિનિટ યોગ્ય રીતે મિક્સ થવા દેવી, જરૂર લાગે તે મુજબ પાણી નાખીને ફરી ઢાંકણું નાખીને 1 મિનિટ પાણીમાં ગરમ થવા દેવું. જેમાં જરૂરિયાત મુજબ મીઠું. કાળા મરીનો અડધો ચમચી પાવડર નાખવો, વીનેગર અથવા લીંબુ નાખવું. જો તમને સૂપ થીક પસંદ હોય તો કોર્નફ્લોરના પાવડરને પાણીમાં નાખી મિશ્રણ નાખી શકો છો બાકી સ્વીટકોર્નના દાણા જ થોડાસમયમાં આ સૂપને થીક બનાવી દેશે. 2-3 મિનિટ ધીમા તાપે તમામ મિશ્રણને ઉકળવા દેવું. હવે આ સૂપને બાઉલમાં નાખી તેના ઉપર લીંબુ નાખીને સર્વ કરી શકો છે.        ​

આ સૂપમાં સૌથી મહત્વનું કામ નૂડલ્સથી ગાર્નિશ કરવાનું છે. સૌથી પહેલા બાફેલી નૂડલ્સને કોર્નફ્લોરમાં નાંખી તેલમાં તળી લેવાની છે. ગેસ હાઈ રાખી નૂડલ્સ તળવી. હવે શરૂ કરીએ સૂપ બનાવવાનું. કઢાઈમાં થોડું બટર કે તેલ નાંખવુ, તેમાં લાલ મરચું નાખવું અને આદુ તથા લસણના જીણા કટકા કરી બે ચમચીના માપથી નાખવું અને તમામ સામગ્રીને થોડીવાર સાંતળો. સૂપ બનાવવા કેપ્સિકમ, ગાજર, ડુંગળી, કોબીજ સહિતની સામગ્રી એકદમ જીણી સમારવી અને તમામ સામગ્રીને કઢાઈમાં નાખી ધીમા તાપે સાંતળવી. પછી માપ મુજબ પાણી ગરમ કરવું અને ઉકળવા દેવુ. તેમાં અડધી ચમચી વિનેગર, 2 ચમચી ડાર્ક સોયા સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ, સાવ ઓછું મીઠું. 1/4 કાળી મરીનો ભૂક્કો, એક ચમચી કોર્નફ્લોરમાં પાણી મિક્સ કરી કઢાઈમાં નાખવું. કોર્નફ્લોરથી સૂપમાં થોડી થીકનેસ આવશે. થોડીવાર ઉકળવા દઈ ગેસ બંધ કરો અને લીલી ડુંગળી તથા ફ્રાય નૂડલ્સ સાથે ગરમાગરમ સર્વ કરો. આ સૂપ આરામથી 10 મિનિટમાં તૈયાર થઈ જશે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link