House of Horrors: વર્ષોથી ભૂતોનો વાસ હતો આ ઘરમાં? કાચાપોચા ન જોતા આ 10 ડરામણા PHOTOS

Fri, 28 May 2021-2:21 pm,

ઘરની દીવાલ પર લાલ રંગથી લખેલું છે શેતાન અહીં હતો. દીવાલ જોઈને કોઈ પણ ડરી જાય. 

તસવીરો જોઈને લાગે છે કે આ ઘર વર્ષોથી બંધ હતું અને તેને જાણે સડવા માટે છોડી દેવાયું હતું. 

બેડરૂમની અંદર ડોકિયુ કરો તો ખુબ જ ડરામણો છે આ રૂમ. એટલે સુધી કે બેડ પણ સડી ગયો છે. આ ઉપરાંત રૂમમાં પહેલા રહેતા લોકોના કપડા પણ જોવા મળી રહ્યા છે. 

1970ના દાયકાની બહુરંગી ટાઈલ્સ અને ટૂટેલા ફૂટેલા ટોઈલેટ પોર્ટ જોવા મળી રહ્યા છે. બાથરૂમની હાલત જોઈને ચક્કર આવી જાય. 

ઘરની બહારની દીવાલો પર વેલ ઉગી નીકળી છે. આસપાસ ખુબ ઝાડી ઝાંખરા આવી ગયા છે. ધ સનના રિપોર્ટ મુજબ આ ઘરને 2006થી સંપૂર્ણ રીતે ખુલ્લુ મૂકી દેવાયું.

માલિકના મૃત્યુ બાદ લગભગ 20 વર્ષથી આમ જ પડ્યું રહ્યું ટાઈપ રાઈટર

ધ સનના રિપોર્ટ મુજબ તસવીરો ક્લિક કરનારા એડમે કહ્યું કે મે પાછલા બારણેથી ઘરમાં પ્રવેશ કર્યો. ઘરની સ્થિતિ ખુબ જ ડરામણી હતી. અહીં ફેલાયેલો સામાન સંકેત આપે છે કે ભૂતકાળમાં કોણ રહેતું હ તું. તેણે જણાવ્યું હતું કે અહીં ખુબ જૂનું ટીવી પડ્યું હતું, બીજી બાજુ એક સોફા પડ્યો હતો. 

એડમે કહ્યું કે 'ઘરની સ્થિતિ ખુબ જ ડરામણી હતી અને એવું લાગતું હતું કે તમે આ જગ્યાઓ પર ભૂતોને મહેસૂસ કરી શકો છો.'

એડમે જણાવ્યું કે 'ઘરમાં 1950 અને 1960ના દાયકાના અખબારોના કટિંગ, સિલાઈ મશીન અને ટાઈપરાઈટર પડ્યા હતા.'

એડમે જણાવ્યું કે ઘરના રસોડામાં 1970ના દાયકાની બહુરંગી ટાઈલ્સ જોવા મળી રહી હતી. રસોડામાં ગેસ કન્સ્ટર અને એક ખુરશી પણ હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link