દુર્ઘટનાના 15 મિનિટ પહેલા પરિવાર પુલ પર હતો, દીકરો ડરી જતા બહાર આવ્યા ને પુલ તૂટ્યો, જીવ બચ્યો
મોરબીની ઘટનામાં ઝૂલતો પુલ પડી જવાના મામલે સેંકડો લોકોના મોત થયા તે પુલ તૂટ્યાના 15 મિનિટ પહેલા રાજુલાનો પરિવાર પુલ ઉપર હતો પુત્ર 9 વર્ષનો નેત્ર ડરી જવાના કારણે રડી પડતા આ પરિવાર બહાર આવ્યો જેના કારણે આજે આ પરિવાર રાજુલા તેમના ઘરે સલામત છે.
મોરબીની ઝૂલતા પુલની ઘટના ગોઝારી બની ગઈ છે જ્યારે આ ઘટના બની તે 15 મીનીટ પહેલા અમરેલી જિલ્લામા આવેલ રાજુલા શહેરમાં આવેલ દુર્લભ નગર વિસ્તારનો પરિવાર મોરબી તેમના સબંધીનાં ઘરે ગયા હતા અને રવિવારના ઝૂલતા પુલ ઉપર પોહચીયા જેમા ભાનુભાઈ મહેતા, સાગરભાઈ મહેતા, ખેવના, નેત્ર આ આખો પરિવાર ત્યાં ઝૂલતા પુલ ઉપર ગયા હતા. જોકે માસૂમ 9 વર્ષીય નેત્ર આ પુલ એટલો હલતો હતો, જેના કારણે ડરી ગયો અને આક્રમણ રીતે રડવા લાગ્યો જેના કારણે આ પરિવાર બહાર આવ્યો અને કાર લઈ થોડે દુર બ્રિજ ઉપર પોહચતા 15 મિનિટ જેટલા સમયમાં આ પુલ તૂટ્યો અને ચીચીયારી વચ્ચે લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ પરિવારે આ પુલ પરિવાર સાથે સેલ્ફી પણ લીધી હતી. જે આ પરિવાર માટે કાળમુખી મચ્છુ નદીની સેલ્ફી જિંદગીભર યાદ રહેશે. જોકે આ પરિવાર બહાર આવ્યા બાદ સેલ્ફી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી હતી અને સ્ટેટસ પણ રાખ્યુ હતું. જેના કારણે લોકો અને સગા સંબંધી આ પરિવારની ચિંતામાં મૂકાયા હતા. જોકે આ પરિવાર આ દુર્ઘટના બને તે પહેલાં બહાર નીકળી ગયો હતો. જ્યારે હાલ આ પરિવારને નેત્રના કારણે બહાર આવ્યો અને બચી ગયો જેના કારણે આજે રાજુલા તેમના ઘરે પહોંચતા હાશકારો અનુભવ્યો છે.
સમગ્ર ઘટના બાદ આ પરિવાર હજુ પણ સ્તબ્ધ છે. કેમ કે જ્યાં સેંકડો લોકોના મોત થયા એ જગ્યા ઉપર સેલ્ફી ફોટો પાડ્યો અને આગળ જતાં હતાં પરંતુ માસૂમ ઉપર કુદરતની કૃપા માનો કે જે માનો તે આખા પરિવારને આ માસૂમ નેત્રએ રડી રડી બહાર લાવ્યો અને બચી ગયા અને આ ઝૂલતો પુલ પછી તૂટી પડ્યો. જોકે આ પરિવાર મોરબીના નામથી આજે પણ રાજુલા પહોંચી ડરી રહ્યા છે. કેમ કે બહાર નીકળ્યા બાદ જે રીતે લોકોના સતત મોતના સમાચાર સાંભળી સતત ચિંતિત છે. પરંતુ હાલ તો આ પરિવારની ખબર અંતર પૂછવા આસપાસના લોકો આવી રહ્યા છે. પરંતુ આ પરિવાર એક જ કહે છે આ નેત્રના કારણે બધા લોકો પરત આવ્યા છીએ.