Happy Holi: જોગી રા સારા રા.... 2024 ના રંગ `નેતાજી` ના સંગ, જુઓ કોણે કેવી રીતે રમી હોળી

Mon, 25 Mar 2024-4:51 pm,

ભારતના ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  અમદાવાદમાં કામદારો વચ્ચે હોળીની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું, 'હોળી અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. આ પણ સમાનતાનો તહેવાર છે.

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા, પાર્ટીના કાર્યકરો અને પોલીસકર્મીઓએ તેમના પર ગુલાલ લગાવ્યો હતો.

બોલિવૂડની ડ્રીમ ગર્લ અને મથુરાના બીજેપી સાંસદ હેમા માલિની  (Hema Malini)  એ યુપીના વૃંદાવન (Vrindavan)  માં સ્થાનિક લોકો અને કાર્યકરો સાથે હોળી રમી અને એકબીજાને ગુલાલ લગાવ્યો હતો. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda)  પણ હોળી રમી હતી, તેમણે કહ્યું હતું કે, "હું દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું કે, આ હોળી દરેકના જીવનમાં સુખ અને શાંતિ લાવે. આપણે આજે હોળીની ઉજવણી કરી રહ્યા છીએ પરંતુ 4 જૂને દેશ ફરી એકવાર હોળીની ઉજવણી કરશે. 

બિહારના પૂર્વ સીએમ અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે (Lalu Prasad Yadav)  તેમની પત્ની રાબડી દેવી (Rabri Devi), પુત્રી મીસા ભારતી (Misa Bharti) અને નાની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Acharya)  સાથે દિલ્હીમાં હોળીની ઉજવણી કરી હતી.

દિલ્હી એલજી વીકે સક્સેનાએ  (Delhi LG VK Saxena)  શ્રદ્ધાનંદ માર્ગ સ્થિત ઓલ વુમન પોલીસ ચોકીમાં બાળકો, વૃદ્ધ લોકો અને મહિલા પોલીસકર્મીઓ સાથે હોળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે લોકોને ગુલાલ લગાવી અને મીઠાઈઓ વહેંચી.

બીજેપી સાંસદ અને પ્રખ્યાત ભોજપુરી ગાયક મનોજ તિવારીએ તેમના સરકારી નિવાસસ્થાને હોળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેઓ રાજકીય રંગોમાં ડૂબેલા જોવા મળ્યા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, "કોઈ ટ્રેનમાં રમે છે તો કોઈ જેલમાં રમે છે."

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારે ઉત્સાહ સાથે હોળી રમી હતી. આ દરમિયાન તે ડ્રમ વગાડતા જોવા મળ્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link